ગાંધીનગરગુજરાત

રૂપાણી કેબીનેટ ની ડેમેજ કંટ્રોલ રાહત- હવે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી આપી છૂટ

આ આવેલા નિયમ પરથી એવું લાગી રહ્યું કે શું અકસ્માતો ગામડા માં જ થાય છે..?
પહેલા નાગરીકો ની ચિંતા કરવાવાળી રૂપાણી સરકાર ને હવે શહેરી નાગરીકો ની ચિંતા નથી…?
હવે શું શહેર માં અકસ્માતો નહિ થાય…?

ગાંધીનગર
સમગ્ર દેશમાં ટ્રાફિકના નવા કડક નિયમોને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. જેમાં આકરા દંડનો અનેક ઠેકાણે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો, ગુજરાતીઓને પણ સરકારે ઘણી વખત ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાંથી છૂટ આપી જ હતી. જો કે આજે રૂપાણી સરકારની મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં શહેરી વિસ્તારોમાં હવે હેલ્મેટ પહેરવામાંથી છૂટ આપવામાં આવી છે.
આ અંગે રાજ્યના મંત્રી આરસી ફળદુંએ જણાવ્યું કે, શહેરી વિસ્તારોમાં ઘણાં સમયથી માંગ થઈ રહી હતી, જેને પગલે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કેબિનેટમાં લેવાયો છે. આજથી નગરપાલિકા અને મહાનગર પાલિકામાં વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત થઈ ગયું છે. જો કે હાઈવે પર હેલમેટ પહેરવું પડશે.
ઉલ્લેખનીય છે કે, , ટ્રાફિકના કડક નિયમોના પાલન અને તેના ભંગ બદલ આકરા દંડના કારણે અનેક લોકોને ખાસ કરીને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જેમાં નવા મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત રાજ્યમાં હેલ્મેટ વિના વાહન હંકારવા બદલ દંડની રકમ 500 રૂપિયા કરી દેવામાં આવી છે. જેમાંથી હવે નાગરિકોને મહદઅંશે રાહત મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x