પરીક્ષા માં ગડબડી: પરીક્ષાર્થીઓ અડગ, રાત બાદ સવારે પણ આંદોલન યથાવત
ગાંધીનગર
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિને લઇને હજારો પરીક્ષાર્થી ન્યાયની માંગ સાથે ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા. બુધવાર સવારથી જ ભૂખ્યા-તરસ્યા આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની વહારે રાત્રે સ્થાનિકો આવ્યા હતા. સ્થાનિકોએ હજારો વિદ્યાર્થીઓને ફૂડ પેકેટ વહેચ્યા હતા અને ભોજન કરાવ્યુ હતું.આંદોલન વચ્ચે સ્થાનિકોએ વિદ્યાર્થીઓએ પેટની આગને ઠંડી પાડી હતી.
પરીક્ષાર્થીઓ સવારથી જ ગાંધીનગરમાં પ્રદર્શન કરી રહ્યાં હતા. રાજ્યના ખુણે-ખુણામાંથી આવેલા પરીક્ષાર્થીઓ સરકાર સામે પોતાની માંગ સાથે અડગ રહ્યાં હતા. સરકાર તરફથી ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજાએ કહેવુ પડ્યુ કે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ નહી થાય અને 2 દિવસમાં ગેરરીતિ આચરનારાઓ પર એક્શન લેવાશે.