ગૃહમંત્રી રાવે પૂર્વ વડાપ્રધાન ની વાત સાંભ સાંભળી હોત તો શીખ હુલ્લડો ના થયા હોત- મનમોહન સિંહ
નવી દિલ્હી
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે બુધવારે 1984 ના શીખ શીખ રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જો તત્કાલીન ગૃહમંત્રી પીવી નરસિંહ રાવે પૂર્વ વડા પ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાલની વાત પર ધ્યાન આપ્યું હોત, તો 1984 ની શીખ વિરોધી હિંસાની ઘટના ટાળી શકી હોત. મનમોહનસિંહે પૂર્વ વડા પ્રધાન ગુજરાલની જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી હતી.
તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાલે નરસિંહ રાવને આ અંગે સલાહ આપી હતી. પૂર્વ પીએમ સિંહે કહ્યું કે ‘જ્યારે દિલ્હીમાં 1984 શીખ રમખાણો થઈ રહ્યા હતા, ત્યારે ગુજરાલ જી તત્કાલીન ગૃહ પ્રધાન નરસિંહ રાવ પાસે ગયા હતા. તેમણે રાવને કહ્યું હતું કે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સરકારે જલ્દીથી સૈન્ય બોલાવવું જરૂરી છે. જો રાવએ ગુજરલની સલાહને અનુસરીને જરૂરી કાર્યવાહી કરી હોત, તો 1984 ના હત્યાકાંડ ટાળી શકાયા હોત.
જણાવી દઈએ કે 1984 માં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના બોડીગાર્ડ્સ દ્વારા હત્યા બાદ દેશમાં શીખ વિરોધી રમખાણો થયા હતા. જેમાં 3,325 લોકો માર્યા ગયા હતા. એકલા દિલ્હીમાં 2,733 લોકોનાં મોત થયાં. ગૃહ મંત્રાલય દ્વારા નિયુક્ત ન્યાયમૂર્તિ જી.પી. માથુર (રિવિઝન) સમિતિની ભલામણ બાદ 12 ફેબ્રુઆરી 2015 ના રોજ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. ત્રણ સભ્યોની એસઆઈટીએ અત્યાર સુધી શીખ વિરોધી રમખાણોના મામલે નોંધાયેલા 650 કેસમાંથી 80 ફરી ખોલ્યા છે.