ગુજરાત: પોલીસે સગીરા ગેંગરેપના આરોપીઓ રાજસ્થાનથી ઝડપ્યા – Manzil News

ગુજરાત: પોલીસે સગીરા ગેંગરેપના આરોપીઓ રાજસ્થાનથી ઝડપ્યા

વડોદરા
રોજ સવારે ઉઠીને દુષ્કર્મ અને પીડિતાને મારી નાંખવાના જ સમાચારો મળી રહ્યાં છે. થોડા પહેલાં વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી. ત્યાર બાદ વડોદરામાં નવલખી મેદાનમાં પોલીસે આ ઘટનાને પગલે રાતે 9 વાગ્યા બાદ શહેરીજનો માટે ફરવા જવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. દુષ્કર્મીઓને શંકાને આધારે આજે રાજસ્થાનમાંથી બે આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. આરોપીઓના સ્કેચ જાહેર કરીને હજારો લોકોની પૂછપરછ કરી હતી.
ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા સગીરાને રૂા. 7 લાખની સહાયની ગઈકાલે જ જાહેરાત કરવામાં આવી હતી. અને પોલીસને પણ ઝડપથી ગુનેગારો સુધી પહોંચવા માટે તાકીદ આપવામાં આવી હતી. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ખુદ સગીરાના પરિવારને મળીને આ મુદ્દે આશ્વસન આપ્યુ હતુ.
તે સાથે જ ગુજરાતના મુખ્યમંત્રીએ પણ કહ્યું કે, વડોદરા પોલીસ દુષ્કર્મીઓની શોધ કરી રહી છે. તેઓને પકડવાનો પ્રયત્ન ચાલુ છે. જે કોઇ પણ દુષ્કર્મ કરશે કોઇને છોડવામાં નહીં આવે. આજે આખરે સફળતા મળી છે. પોલીસે આરોપીને ઝડપી લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *