ગુજરાત

ભાવનગર: એક માર્ગ અકસ્માતમાં બે યુવકોનું મૌત, એક ની હાલત ગંભીર

ભાવનગર
ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લાનાં તળાજા-મહુવા નેશનલ હાઇવે પર એક સડક અકસ્માત ના સમાચાર મળી રહ્યા છે. મળેલી માહિતી અનુસાર જિલ્લાના તળાજા-મહુવા નેશનલ હાઇવે પર ઉભેલી ટ્રકમાં બાઇક ઘુસી જતા ત્રણ સવારીમાં જઇ રહેલા હતાં તેમાંથી 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર સ્થિતીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર તળાજા – મહુવા હાઇવે પર ટ્રક બંધ હાલતમાં હતી. ટ્રક ડ્રાઇવરે કોઇ ઇન્ડિકેટર પણ ચાલુ નહોતા રાખ્યા. આ ઉપરાંત આસપાસ કોઇ કોર્ડનિંગ પણ કર્યું નહોતું. જેથી ત્રિપલ સવારી આવી રહેલા યુવકો બંધ ટ્રકમાં ધડાકાભેર ઘુસી જતા 2નાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું.
મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે, વાડીએ પાર્ટી હોવાનાં કારણે ત્રણેય યુવાનો પાર્ટી માટે હોટલ પર જમવાનું લેવા જઇ રહ્યા હતા. ઘટનામાં હકાભાઇ ગઢવી, હેમુભાઇ ગઢવીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે રામજીભાઇનામના વ્યક્તિને સારવાર માટે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
રામજીભાઇનામ ના શખ્સે આપેલી જાણકારી અનુસાર, તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ નથુભાઇ ભમ્મરનાં ખેતરમાં ભાગ રાખી ચુક્યા છે. પોતાનાં ભાગીયાઓ માટે હોટલ પર જમવાનું લેવા જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં બંધ પડેલ ટ્રકમાં બાઇક ઘુસી ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રક માલિક અંગે માહિતી મેળવવા માટે તપાસ હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x