ગાંધીનગરગુજરાત

ખેડૂતોને સહાય આપવાના કરોડોના પેકેજ અને SDRFની જોગવાઇ મુજબની સહાય આપવા અંગે સરકાર અનિર્ણિત

ખાનગી વિમા કંપનીઓ કરોડો રૂપિયાનું પ્રિમીયમ વસુલ કરી ગઇ ત્યાેરે રાજયમાં ખેડુતોને 100 ટકા પાક વિમો આપો.

ગુજરાતમાં લાખો બેરોજગારોને તાત્કાાલિક રોજગારી આપો- પરેશ ધાનાણી

ગાંધીનગર
વિધાનસભા ગૃહમાં રાજયના ખેડુતોને પાક વિમાની રકમ ખાસ પેકેજ અંતર્ગત આપવા અંગે સરકારનું વલણ વિરોધાભાસી હોવાનું વિધાનસભામાં ઉજાગર થયેલ છે. બુધવારે માન.કૃષિમંત્રી આર.સી.ફળદુએ નર્મદા જિલ્લાના ખેડૂતોને પાક સહાય આપવાના સવાલના જવાબમાં જણાવ્યુંત હતું કે, રાજય સરકારે જાહેર કરેલા 3700 કરોડના પેકેજનો વધારાનો લાભ ખેડુતોને આપવામાં આવશે. જો કે, બે દિવસ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય7ને આપવામાં આવેલી માહિતીમાં સરકાર તરફથી જણાવાયું હતું કે, એસ.ડી.આર.એફ.ની જોગવાઇ મુજબ જ ખેડુતોને પાક સહાય આપવામાં આવશે. સરકારે જાહેર કરેલ પેકેજનો લાભ આ ખેડુતોને મળવાપાત્ર નથી. આમ કૃષિમંત્રીના નિવેદનમાં જ વિરોધાભાસ જોવા મળી રહયો છે. જેનો સીધો ભોગ રાજયના ખેડુતો બની રહયા છે. વિપક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ રાજયમાં અતિવૃષ્ટિુથી થયેલ પાકના નુકશાન અંગે ખેડૂતોને સહાય અંગેના પ્રશ્નની ચર્ચામાં ભાગ લઇને જણાવ્યું હતું કે, તા.1-10-2019ના રોજ મુખ્યામંત્રીશ્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે, સરકારી આંકડા મુજબ ગુજરાતમાં ચાલુ ખરીફ વર્ષ-ર019માં રપ1 તાલુકામાં એસ.ડી.આર.એફ.ના નિયમો અને ઠરાવ વર્ષ-2016 મુજબ સરેરાશ વરસાદ કરતાં 20 ટકા વધુ વરસાદ થાય તો ભારે વરસાદ ગણાય. 40 ટકા કરતાં વધુ વરસાદ થાય તો અતિ ભારે વરસાદ ગણાય અને ર00 ટકાથી વધુ વરસાદ થાય તો અતિવૃષ્ટિુ ગણાય. આ રપ1 તાલુકાઓ પૈકી 168 તાલુકાઓમાં ભારે, અતિભારે અને અતિવૃષ્ટિગ થયેલ છે. તેમજ રપ0 ટકાથી વધુ વરસાદ ત્રણ તાલુકાઓમાં નોંધાયેલો છે. રાજયમાં હોડકામાં કપાસ વીણતા અને પાણીની અંદર મગફળીના પાથરા તરતા વિડીયો પણ ગુજરાતના લોકોએ જોયા છે. એસ.ડી.આર.એફ.નાં કાયદાથી કુદરતી આપત્તિથી નુકશાન હોય તો ખેડૂતોના વળતરના ધારાધોરણો નકકી કરાયેલ છે. આ ધારા ધોરણો મુજબ ખેડૂતોને એનુ બીયારણ, ખાતર, દવા, મજુરી જેવુ નુકશાન થયેલું હોય જે એસ.ડી.આર.એફ. નીચે મળવાપાત્ર છે. જે ખેડૂતોનો અધિકાર છે. એ રૂપિયા પેકેજમાં વણી લઇને ઉપનેતાએ જાહેરાત કરીને ગુજરાતના ખેડૂતને છેતર્યા છે. તા.9મી ડિસેમ્બેરે જ ધારાસભ્યએના પ્રશ્નના પ્રત્યુ.તરમાં કૃષિમંત્રીશ્રીએ જણાવેલ છે કે, અતિવૃષ્ટિ, અતિભારે વરસાદના કારણે કોઇ વધારાનું વળતર ખાસ પેકેજ ચુકવવાનું સરકારનું કોઇઆયોજન નથી. આથી શ્રી ધાનાણીએ સરકારને વિનંતી કરતા જણાવ્યું કે, એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ મુજબ ખેડૂતોને એના હકકનું વળતર મળવાનું થાય છે. એ સિવાય જે 3700 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. એમાં ઉમેરીને સરકાર ખેડૂતોને ઉભા પાકની નુકશાનીનું વળતર ચુકવે.
ધાનાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ખેડૂતોને સંપૂર્ણ વર્ષ નિષ્ફાળ ગયું છે. જે સરકારે પણ સ્વીશકાર્યુ છે. ત્યા રે ખાનગી વિમા કંપની ખેડૂતો પાસેથી તેમજ સરકાર પાસેથી છેલ્લા બે વર્ષમાં 863 કરોડ પ4 લાખ પ7 હજાર 406 રૂપિયા રાજય અને કેન્દ્રં સરકારે ખેડૂતો વતી પાક વિમાનું ખાનગી વિમા કંપનીઓને પ્રિમીયમ ચુકવ્યુંજ છે. તેમજ ખેડૂતોએ 8પ8 કરોડ 97 લાખ 48 હજાર પ01 રૂપિયાનું વિમા પ્રિમીયમ ચુકવેલ છે. આમ ખાનગી વિમા કંપનીઓ પ્રિમીયમ વસુલી ગઇ છે. ત્યા રે ખેડૂતોને 100 ટકા પાક વિમો ચુકવવા પરેશભાઇ ધાનાણીએ સરકાર સમક્ષ માંગ કરી હતી.
વિપક્ષ નેતા પરેશભાઇ ધાનાણીએ બેરોજગારીના પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, 4પ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ બેરોજગારીનો ગુજરાત સહિત સમગ્ર દેશ સામનો કરી રહયું છે. જેનાં ભારત સરકારે સ્વીહકારેલ આંકડા પણ છે. રાજયના શિક્ષિત યુવાનો પરસેવો પાડે છે. દર દર ભટકે છે. પણ કયાંય રોજગારી મળતી નથી. જે ભાજપ સરકાર માટે શરમજનક છે. ગુજરાતનું આર્થિક પાટનગર એવા અમદાવાદમાં માત્ર 44,384 લોકોએ રોજગાર કચેરીએ નોંધણી કરી આમ નોંધણી કર્યા વિનાના વણ નોંધાયેલા પણ લાખો યુવાનો બેરોજગારીનો સામનો કરી રહયા છે. અમદાવાદ જીલ્લામાં બે વર્ષમાં માત્ર 171 બેરોજગારોને જ સરકારી નોકરીની તક મળી છે. આમ રાજય સરકાર રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફયળ નીવડી છે. તો સરકારે જોરથી બોલીને સત્યઆ જ છૂપાવવાના બદલે તેનો સ્વીસકાર કરીને દુઃખ વ્યપકત કરવું જોઇએ.
આજરોજ વિધાનસભામાં માન.મુખ્યનમંત્રીશ્રી ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક વિભુતિ એવા પૂજ્ય મહાત્માછ ગાંધીજીની 1પ0મી જન્મોજયંતિ ઉજવણી નિમિત્તે મહા માનવની આદર્શોને અમલમાં મુકવાનો સંકલ્પમ લાવ્યામ હતા એમાં શ્રી ધાનાણીએ પોતાનો સૂર પૂરતા જણાવ્યુંિ હતું કે, આજે કરણી અને કથનીની વિભિન્નતા વચ્ચેલ મારૂ જીવન એ જ મારો સંદેશનો સંકલ્પા કરનારા પૂજય બાપુની “મારો અંતરાત્માભ” એની એક રચના અર્પણ કરી હતી.
હું પણ ગાંધી, તું પણ ગાંધી, વ્યરકિત જ નહીં વિચાર પણ ગાંધી, મનમાં ગાંધી, હ્રદયમાં ગાંધી, વાણીમાં ગાંધી, વહેવારમાં ગાંધી, કર્મમાં ગાંધી, ધર્મમાં પણ ગાંધી, પ્રેમમાં ગાંધી, કરૂણામાં ગાંધી, સત્યમમાં ગાંધી, અહિંસામાં ગાંધી, સમાનતામાં ગાંધી, સદભાવમાં પણ ગાંધી. દેશમાં ગાંધી, વિદેશમાં ગાંધી, સ્વંમાન છે ગાંધી, સ્વા ભિમાન છે ગાંધી, તારું અતિત નહીં ભવિષ્યલ પણ ગાંધી, તારાનારામાં હતા ગાંધી,મારાનારા પણ ગાંધી ગાંધી, અંતિમ શ્વાસે હે રામ ગાંધી, માનનીય અધ્યક્ષ, ગોડસે હોત તો એ પણ બોલત ગાંધી.અમે ગાંધી, તમે ગાંધી, ચાલો સૌ કોઇ બનીએ ગાંધી, ચાલો સૌ કોઇ બનીએ ગાંધી.
અંતમાં ધાનાણીએ અસત્ય, અહિંસા અને સમાનતાની પ્રેરણા મૂર્તિ તેમજ વિશ્વને રાહ ચીંધનારા એવા પૂજય બાપુને વંદન કરી અને મહાત્મા,ના આદર્શોને સમગ્ર વિશ્વમાં વિજય થાય જય જય કાર થાય એવી શુભેચ્છાુ સાથે બાપુની 1પ0મી જન્મમજયંતિ ઉજવણીના આ સામૂહિક સંકલ્પાને અંતર મનથી સમર્થન આપ્યુુ હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x