નાગરિકતા સુધારણા બિલના વિરોધ માં સુપ્રિમ કોર્ટ માં અરજી, સિબ્બલ લડશે કેસ
આ અરજી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા કરવામાં આવી છે
નવી દિલ્હી
નાગરિકતા સુધારણા બિલ, 2019 ને સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે બાદ તેને સહી માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલવામાં આવશે. ગુરુવારે બિલ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. આ અરજી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે ધર્મના આધારે નાગરિકત્વ આપી શકાય નહીં. તેમણે અદાલતને બીલને ગેરબંધારણીય ગણાવી રદ કરવા જણાવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ કપિલ સિબ્બલ મુસ્લિમ લીગ તરફ સુપ્રીમ કોર્ટમાં કેસ લડશે.