ગાંધીનગરગુજરાત

ગુજરાત : ડેન્ગ્યુ પીડિત યુવતી પર ડૉક્ટરે ICUમાં કર્યો બળાત્કાર

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અપોલો હૉસ્પિટલના એક ડૉક્ટરની હેવાનિયત સામે આવી છે. ડૉક્ટરે વૉર્ડ બોય સાથે મળીને આઇસીયૂમાં ભરતી ડેન્ગ્યુ પીડિત યુવતી સાથે રેપ કર્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

21 વર્ષીય પીડિતાએ પોલીસને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે બિમારીના કારણથી તે ખૂબ જ કમજોર હતી અને પોતાનો બચાવ પણ કરી શકે તેમ ન હતી, આવી પરિસ્થિતિમાં ડૉક્ટરોએ વૉર્ડ બોય સાથે મળીને તેની સાથે રેપ કર્યો હતો.

હૉસ્પિટલના નિયમ અનુસાર, આઇસીયૂમાં દર્દી સાથે કોઇ અન્ય વ્યક્તિ રોકાઇ શકે નહીં. ત્યાં માત્ર મેડિકલ સ્ટાફ જ તેમની સારસંભાળ કરે છે. પીડિતાએ પોલીસને જણાવ્યુ કે 31 ઑગષ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે ડૉક્ટરે તેને બીજા રૂમમાં લઇ જઇને રેપ કર્યો હતો. પીડિતાએ આ વાત પહેલા પોતાના પરિવારના સભ્યોને કાગળમાં લખીને જણાવી હતી.

સીસીટીવીમાં કેદ થઇ ઘટના
પોલીસે જણાવ્યુ કે ફરિયાદ મળ્યા બાદ આરોપી ડૉક્ટર અને વૉર્ડ બોયની ધરપકડ કરી લેવામાં આવી છે. હૉસ્પિટલના સીસીટીવીમાં પણ જોવા મળ્યુ છે કે પીડિતાને કોઇ અન્ય રૂમમાં શિફ્ટ કરવામાં આવી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x