ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

NRC-CAA: દેશમાં વિરોધના પડઘા ગુજરાત માં પણ પડ્યા, લોકો પણ પોલીસે છોડ્યા આંસુ ગેસ

અમદાવાદ
નાગરિકતા સંશોધન કાયદાને લઈને સમગ્ર દેશમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે, આસામ થઈ શરૂ થયેલી આંદોલનની ચિનગારી ની તાનખલીઓ ગુજરાત માં પણ જોવા મળી રહી છે. ત્સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ ના લખનઉ માં પ્રદર્શને હિંસક રૂપ ધારણ કરી લીધું હતું. આગજની ની ઘટનાઓ પણ જોવા મળી હતી. અમદાવાદ બંધને આંશિક સફળતા સાંપડી છે, ત્યારે ઝાંસી કી રાની ચાર રસ્તા નજીક વિરોધ પ્રદર્શન કરી રહેલા જિગ્નેશ મેવાણી સહિત 30 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના મિર્ઝાપુર અને શાહઆલમ વિસ્તારમાં પણ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવ્યા હતા. પોલીસે ટિયરગેસના સેલ પણ છોડ્યા હતા. આ ઘર્ષણમાં 20થી વધુ પોલીસ જવાન પણ ઘાયલ થયા હતા.
અમદાવાદના ઝાંસી કી રાણી વિસ્તારમાં જિગ્નેશ મેવાણી સહિતના 250થી વધુ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ CAA-NRCનો વિરોદ કરવા માટે ભેગા થયા હતા. પ્રદર્શનકારીઓ ગાંધીજી લડ્યા હતા ગોરાઓ સામે અમે લડીશું ચોરો સામે જોવા બેનરો સાથે પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. શાહઆલમ વિસ્તારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયુ હતું. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જે બાદ પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા.
શહેરના રખિયાલ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો વિરોધ કરવા માટે રોડ પર પહોંચ્યા હતા. જેને પગલે સ્થાનિક પોલીસ સહિત SOG અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અમદાવાદના શાહપુરમાં ટોળું હિંસક બન્યું,અજીત મિલથી સારંગપુર સુધી BRTS રૂટ બંધ કરવામાં આવ્યો છે. તોફાની ટોળાએ મીડિયાને પણ નિશાન બનાવ્યુ હતું અને પથ્થરમારો કરતા અનેક મીડિયા કર્મી ઘાયલ થયા હતા. સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી હતી. રખીયાલ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો શાંતીપૂર્ણ રીતે બંધમાં જોડાયા હતા.
જેમાં શહેરના કોટ વિસ્તારમાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી. જો કે શહેરના લાલદરવાજા ખાતે આવેલ સીયુ શાહ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી. જે બાદ શહેરના મિર્ઝાપુર અને શાહઆલમ વિસ્તારમાં પણ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના મિર્ઝાપુર વિસ્તારમાં હિંસક પ્રદર્શન થયું હતું. જેમાં પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને AMTSની બસોમાં તોડફોડ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હતી. આ ઉપરાંત લોકોના ટોળા એકઠા થઈ જતા DCPએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. હાલ પોલીસ અટકાયત કરેલા તમામ પ્રદર્શનકારીઓને શાહિબાગ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે.
આ ઉપરાંત શહેરના શાહઆલમ વિસ્તારમાં પણ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. અહીં પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાત કરવામાં આવી છે. હાલ શાહઆલમમાં થઈ રહેલા પ્રદર્શન પર પોલીસ તંત્ર સતત નજર રાખી રહ્યું છે. શહેરમાં શાંતિ અને સદ્ધભાવના જળવાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. શહેરના ચંડોળા તળાવ ખાતે નાગરિક્તા બિલનો ઉદ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. નાગરિક્તા બિલના વિરોધમાં ચંડોળા તળાવ વિસ્તામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેને પગલે પોલીસનો જંગી કાફલો આ વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે.
બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિવરંજની ચાર રસ્તા નજીક વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ અટકાયત થઈ છે. અગાઉ વહેલી સવારે શહેરના લાલદરવાજા નજીક પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેના કારણે પોલીસને હળવા લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો. અમદાવાદ બંધની શહેરના કોટ વિસ્તારમાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી. જેમાં લાલદરવાજા ખાતે આવેલ સીયુ શાહ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x