દિલ્હી: રામલીલા મેદાનની રૈલીમાં વડા પ્રધાન મોદી પર થઇ શકે છે હુમલો- IB
નવી દિલ્હી
22 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ મહારેલી દરમિયાન આતંકવાદી જૂથો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી શકે છે. ગુપ્તચર અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો પીએમ મોદી પર હુમલો કરી શકે છે. એજન્સીઓએ આ ગુપ્તચર માહિતી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ અને દિલ્હી પોલીસને આપી છે.
ગુપ્તચર એજન્સીઓને મળેલા ઇનપુટ મુજબ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને પાકિસ્તાનથી ભારત મોકલવામાં આવ્યા છે. 22 ડિસેમ્બરે રામલીલા મેદાનમાં વડા પ્રધાન મોદીની રેલી દરમિયાન તેઓ હુમલો કરી શકે છે.
ગુપ્તચર એજન્સીઓના ઇનપુટથી એસપીજી સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારે તાજેતરમાં લીધેલા નિર્ણયોથી આતંકીઓ ચોંકી ગયા છે. જેમાં નાગરિકત્વ કાયદો, રામ જન્મભૂમિ, કલમ 37 37૦, ત્રિપલ તલાક જેવા મુદ્દા શામેલ છે.