ભાજપના સાંસદ ગૌતમ ગંભીર મળી જાનથી મારી નાખવાની ધમકી, FIR દર્જ
નવી દિલ્હી
પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમને આ ધમકી આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન પર મળી છે. આ અંગે તેઓએ પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, ગંભીરને બે દિવસ પહેલા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જે અંગે તેણે આજે ફરિયાદ નોંધાવી છે. ગૌતમ ગંભીરએ ડીસીપી શાહદારાને એક પત્રમાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય કોલ દ્વારા તેમને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ કારણોસર, તેઓએ પોલીસને વિનંતી કરી છે કે તેઓ આ માટે એફઆઈઆર નોંધાવે અને તેની અને તેના પરિવારની સુરક્ષાની વ્યવસ્થા કરે.