આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ઈરાન-US બચ્ચે તણાવને જોતા ભારતે નાગરીકો ને ઈરાક ન જવા સલાહ આપી

નવી દિલ્હી
છેલ્લા કેટલાક દિવસોથી યુ.એસ. અને ઈરાન વચ્ચે ચાલી રહેલ તણાવ વધુ ગાઢ બની રહ્યો છે. ઇરાને આજે સવારે 5.30 વાગ્યે ઇરાકના યુએસ એરબેઝ પર એક ડઝન રોકેટ છોડ્યા હતા. જે બાદ વિસ્તારમાં અશાંતિનું વાતાવરણ સર્જાયું છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઇરાક ન જવાની સલાહ આપી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, ‘ઇરાકની હાલની પરિસ્થિતિ જોતાં ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, આગળની સૂચના નહીં આવે ત્યાં સુધી ઇરાકની તમામ બિન-જરૂરી મુસાફરીને ટાળો. ઇરાકમાં રહેતા ભારતીય નાગરિકોને જાગૃત રહેવાની અને ઇરાકની અંદર પ્રવાસ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. ઇરાકમાં વસતા ભારતીય નાગરિકો માટે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતીયોએ સાવચેતી રાખવી જોઈએ અને બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ. હવે પછીની સૂચના સુધી ભારતીયોએ ઇરાક પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઇરાકના બગદાદમાં ભારતીય દૂતાવાસ અને ઈરબીલમાં ભારતીય કોન્સ્યુલેટ કચેરી ભારતીય નાગરિકોની સેવા કરવાના મામલે પોતાનું કામ કરી રહી છે.
મંત્રાલયે વધુમાં કહ્યું કે બગદાદમાં આપણી દૂતાવાસ અને ઇરબિલ ઓફ કન્સ્યુલેટ ઇરાકમાં રહેતા ભારતીયોને તમામ સેવાઓ પૂરી પાડવા માટે સામાન્ય રીતે કામગીરી ચાલુ રાખશે. આ સિવાય સરકારી સૂત્રો કહે છે કે ભારતે ચાલી રહેલી તનાવને કારણે તેની તમામ એરલાઇન્સને ઈરાન, ઇરાક અને ગલ્ફ ક્ષેત્ર ઉપર ઉડાન ન કરવા કહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x