ABVP ના હમાંલાખોરોની ધરપકડ ણી માંગ સાથે કોંગ્રેસ ના ધરણા
અમિત ચાવડાએ પોલીસની કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ
અમદાવાદ
અમદાવાદ પાલડીમાં ગતરોજ થયેલ ABVP અને NSUI વચ્ચે થયેલા ઘર્ષણ બાદ આજરોજ કોંગ્રેસે રાજયવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો જેમાં કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણા કર્યા હતા અને ન્યાયની માંગણી પણ કરી હતી. ABVPના હુમલાખોરોની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને તેઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે તેવું અમિત ચાવડાએ જણાવ્યુ હતુ. તો બીજી તરફ રાજકોટ કોંગ્રેસ અને NSUI દ્વારા ત્રિકોણબાગ ખાતે કરવામાં ધરણા કરવામાં આવી રહ્યા છે. અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ABVPના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના સંદર્ભમાં અમિત ચાવડાએ ગઇકાલે એક પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં તેમણે જણાવ્યુ હતું કે, ત્રણ દિવસ પહેલા દિલ્હીમાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો સામે જે હુમલો થયો તેનો વિરોધ NSUIના કાર્યકર્તાઓ કરી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, આ દરમિયાન ABVPના હોદ્દેદારો અને ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા હિંસક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે આ ઘટના અંગે જોડાયેલો એક વીડિયો પણ દેખાડ્યો હતો. અમિત ચાવડાએ કહ્યું કે, આ વીડિયોમાં ભાજપના મંત્રી સ્પષ્ટ દેખાય છે.
વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે ઘટના છે તે મુજબ સાચી ફરિયાદ નોંધવી જોઇએ. જે પોલીસ અધિકારીની હાજરીમાં હુમલો થયો તેના સામે પણ ફરિયાદ નોંધવામાં આવે. ભાજપના જે નેતા હાજર ન હતા તેમની સામે ફરિયાદ નોંધવી જોઇએ.