આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

“સ્ટેચ્યુ ઓફ યુનિટી” બની આઠમી અજાયબી

નવી દિલ્હી/અમદાવાદ
વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના મહાસચિવ વાલ્દિમીર નેરોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સભ્ય દેશો વચ્ચે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સંગઠનના પ્રયત્નોની પ્રસંશા કરી હતી. આ બેઠક બાદ ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીને SCOની આઠમી અજાયબી તરીકે સામેલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારત પ્રથમ વખત આ વર્ષે SCOના સભ્યો દેશોના પ્રમુખોની આગામી બેઠકોને હોસ્ટ કરવા જઈ રહ્યું છે.
વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને લખ્યું છે કે, મહાસચિવ શાંઘાઈ કોઓર્પોરેશન ઓર્ગેનાઝેશન વાલ્દિમીર નોરોવે આપણા સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી. કારણ કે, ભારત SCOના પ્રમુખોની આગામી બેઠકોની અધ્યક્ષતાની તૈયારી કરી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સભ્યો દેશો વચ્ચે પ્રવાસન પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે SCOના પ્રયત્નોની સરાહના કરવામાં આવી છે. SCOની 8 અજાયબીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને સામેલ કર્યું છે. જે એક પ્રેરણા તરીકે કામ કરશે. ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠમી અજાયબીમાં સ્થાન મળવાથી ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. જણાવી દઈએ કે, SCO મહાસચિવ નોરોવ રાયસીના ડાયલૉગ 2020માં ભાગ લેવા માટે 4 દિવસના પ્રવાસે રવિવારે અહીં આવ્યા છે. જે 14 થી 16 જાન્યુઆરી સુધી નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવવાનું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x