ગાંધીનગરગુજરાત

ગુજરાત: બે જુદા જુદા અકસ્માતોમાં આઠ લોકોના મોત

અમદાવાદ
અમદાવાદ-લિંબડી હાઇવે રક્ત રંજીત બન્યો છે. અકસ્માતોના એપી સેન્ટર હાઇવે પર બે જુદા જુદા અકસ્માતોમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રથમ અકસ્માત ગત રાત્રે સુરેન્દ્રનગરના દેવપરા પાટિયા પાસે થયો હતો જેમાં પાંચ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા જ્યારે બીજા અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા લાંબા સમયથી ગાંધીનગર-રાજકોટ સિક્સલેન રોડ વાઇડનિંગનું કામ ચાલી રહ્યું છે તેવામાં અકસ્માતોની વણથંભી વણઝારથી નેશનલ હાઇવે લોહીલૂહાણ બન્યો છે. આ અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે જેમને લિંબડીની રા.રા. હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.
ગત રાત્રે સુરેન્દ્રનગરના દેવપરા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના પરિવારના 5 લોકોનાં મોત થયા છે જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. અમદાવાદનો પરિવાર સોમનાથ દાદાના દર્શન કરી પરત આવી રહ્યો હતો ત્યારે કાળનો કોળિયો બની ગયો હતો.
આ અકસ્માતમાં અમદાવાદના દક્ષિણ ભારતીય પરિવારના નાગેન્દ્ર, 2 સુબ્રમણ્યમ તંબારાવ, 3 રાજેશ્રી સુબ્રમણ્યમ, 4 ગણેશ સુબ્રમનીયમ, અને 5 અકિલ પ્રસાદનું કમાટી ભર્યું મોત નિપજયું. ત્યારે આ અકસ્માતમાં 1 નાગેન્દ્ર પ્રસાદ, 2 માધુરી શ્રીનિવાસ, 3 કુચલીતા, 4 રુચિતા અને ઈનોવા ડ્રાઇવર સોહન કેવલાજી ગંભીર ઇજા પહોંચી હતી.
આજે વહેલી સવારે અમદાવાદના બગોદરા નજીક આવેલા મીઠાપુર પાસે ડમ્પર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. લિંબડી-અમદાવાદ હાઇવે પર લોહિયાળ રવિવારે બે જુદી જુદી અકસ્માતની ઘટનામાં આઠના ભોગ લીધા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x