તુર્કીમાં ભૂકંપના કારણે ભારે વિનાશ, ૧૮ લોકોના મોત, ઘણા મકાનો નષ્ટ
અંકારા
તુર્કીમાં આવેલા ભૂકંપને કારણે ભારે વિનાશ સર્જાયો છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર ૧૮ લોકોનાં મોત અને 200 થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 ની તીવ્રતા ધરાવે છે. ભૂકંપથી 10 જેટલી ઇમારત ધરાશાયી થઈ હતી. સૌથી વધુ નુકસાન પૂર્વ ક્યુરેંગ પ્રાંતમાં થયું છે.
સરકારી અધિકારીઓનું કહેવું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સીના જણાવ્યા મુજબ, ઘાયલ થયેલા બે લોકોની હાલત ખૂબ ગંભીર છે.
ભૂકંપ દરમિયાન 15 વખત આંચકા અનુભવાયા હતા અને આથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તુર્કીના પડોશી દેશો ઇરાક, સીરિયા અને લેબેનોનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આ દેશોમાં કોઈ નુકસાન થવાના સમાચાર નથી.