રાષ્ટ્રીય

OSD માધવ પર ડિપ્ટી સીએમ સિસોદિયાએ કડક કાર્યવાહી કરવાની કરી માંગ

નવી દિલ્હી
લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરાયેલ ઓફિસર ઈન સ્પેશ્યલ ડ્યુટૂ (ઓએસડી) ગોપાલ કૃષ્ણ માધવ પર ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શુક્રવારે ટ્વિટર પર મનીષ સિસોદિયાએ લખ્યું, ‘મને ખબર પડી છે કે, સીબીઆઈએ એક જીએસટી ઈન્સ્પેક્ટરને રિશ્વત લેતી વખતે ધરપકડ કરી છે. આ અધિકારી મારા ઓફિસમાં ઓસડીના રૂપમાં ફરજ બજાવી રહ્યો હતો. સીબીઆઈએ તેને તરત જ કડકમાં કડક સજા અપાવવી જોઈએ. આવા ઘણા બધા ભ્રષ્ટાચારી અધિકારી મેં પોતે પાછલા 5 વર્ષોમાં પકડાવ્યા છે.
જણાવી દઈએ કે, 2 લાખ રૂપિયાના રિશ્વત મામલામાં દિલ્હી સરકારના એક અધિકારીની સીબીઆઈએ ધરપકડ કરી છે. આ અધિકારીને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાના વિશેષ કર્તવ્ય અધિકારી (ઓએસડી) બતાવવામાં આવી રહ્યો છે. સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે, ગોપાલ કૃષ્ણ માધવ નામના અધિકારીની જીએસટી સંબંધિત મામલામાં કથિત રૂપથી 2 લાખ રૂપિયાની રિશ્વત લેવા બાબતે રાત્રે ધરપકડ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x