દારુ અને જુગારની પ્રવૃતિઓને અંકુશમાં લેવા ડ્રાઈવ ચલાવવા રાજયના પોલીસ વડાએ આપ્યા આદેશ
ગાંધીનગર
ગુજરાતમાં દારુ અને જુગારની પ્રવૃતિઓને અંકુશમાં લેવા માટે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ 15 દિવસની દારુ જુગારની ડ્રાઈવ ચલાવવા માટેના આદેશ તમામ ડિવિઝનના પોલીસને આપવમાં આવ્યા છે. રાજયમાં દારુ અને જુગાર જેવી પ્રવૃતિઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે અને બુટલેગરો બિંદાશ હોય તેવું લાગી રહ્યું છે.
જેથી રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ 3 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી તમામ દારુ અને જુગારના અડ્ડાઓ બંધ કરી તેમના પર કાયદેસર કાર્યવાહી કરવા માટેની સુચના આપવામાં આવી છે. ભૂતકાળમાં જે તે વિસ્તારમાં ચાલતા દારુના અડ્ડાઓ તપાસવા અને લિસ્ટેડ બુટલેગરોને ત્યાં તપાસ કરી તેમના ત્યાં પણ રેડ કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે.
દારુ અને જુગારમાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સિનિયર અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટેશન,ઝોન અને જિલ્લામાં ક્રોસ રેડ પણ કરાવી સક્રિય કામગીરી કરવા આદેશ આપયા છે. એલસીબી,ક્રાઈમ બ્રાંચ અને પીસીબીને પણ મહત્મ દરોડો પાડવાનું જણાવ્યું છે.વધુમાં આદેશ આપ્યાના શરુઆતમાં જ પીસીબીએ શાહપુરમાં રેડ પાડી હતી જેમાં જુગાર ધામ ચલાવનાર આરોપી સહિત 28ની ધરપકડ કરી હતી અને લાખોનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.