દિલ્હી વિસ ચૂંટણી: એક્ઝિટ પોલ કહી રહ્યા છે- “અચ્છે બીતે 5 સાલ, લગે રહો કેજરીવાલ”
નવી દિલ્હી
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શનિવારે મતદાન ખતમ થયું છે. સાંજના 6 વાગ્યા સુધીમાં લગભગ 61% ની આસપાસ મતદાન થયું છે. મતદાન પુરુ થતાની સાથે જ એક્ઝિટ પોલ ના આંકડા જાહેર થયા છે. 8 ફેબ્રુઆરી એ મતદાન પૂર્ણ થયું અને હવે 11 ફેબ્રુઆરીએ રિજલ્ટ આવશે કે દિલ્હી માં કોની બનશે સરકાર…? એક્ઝિટ પોલ પ્રમાણે દિલ્હીમાં ફરીથી આમ આદમીની પાર્ટી સરકાર બને તેવી સંભાવના છે. જે એક્ઝિટ પોલ ના આંકડા આવી રહ્યા છે એ જોઈ એવું લાગે છે કે દિલ્હીની જનતા કહી રહી હોય “અચ્છે બીતે 5 સાલ, લગે રહો કેજરીવાલ.”
– પોલ ઓફ પોલ્સ પ્રમાણે AAPને 50, બીજેપીને 19 અને કોંગ્રસને 1 સીટ મળશે.
– ટીવી9 ભારતવર્ષના મતે આપને 54 સીટો, બીજેપીને 24-28 સીટો અને કોંગ્રેસને 1 સીટ મળી શકે છે.
– રિપબ્લિક ટીવીના મતે આપને 48 થી 61 સીટ, બીજેપીને 9 થી 21 સીટ, કોંગ્રેસને 0 થી 1 સીટ મળતી જોવા મળી રહી છે.
– સુદર્શન ન્યૂઝના મતે આપને 40-45 સીટ, બીજેપીને 24-28 સીટ અને કોંગ્રેસને 2-3 સીટ.
– NewsXના એક્ઝિટ પોલ પ્રમાણે આપને 53-57 સીટ, બીજેપીને 11-17 સીટ, કોંગ્રસને 0-2 સીટ
– ટાઇમ્સ નાઉ ઇપ્સોસના મતે આપને 44 સીટ, બીજેપીને 26 સીટ, કોંગ્રેસને 00 સીટ
– ABP ન્યૂઝ -C વોટરના એક્ઝિટ પોલ પ્રમાણે આપને 52%, બીજેપીને 40 % અને કોંગ્રેસને 6 % વોટ મળી શકે છે
– જન કી વાત આપને 55, બીજેપીને 15 અને કોંગ્રસને 00 સીટ આપે છે.
– ઇન્ડિયા ન્યૂઝ નેશન પોલ પ્રમાણે આપને 55, બીજેપીને 14 અને કોંગ્રસને 1 સીટ.
એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને મળી રહેલી લીડ પછી આપ નેતા સંજય સિંહે કહ્યું હતું કે અંતિમ પરિણામની રાહ જોવી પડશે. દિલ્હીની જનતા 2015નો રેકોર્ડ તોડવા જઈ રહી છે. દિલ્હીની ચૂંટણી વિકાસના કામોને લઈને થઈ છે. વિજળી, પાણી અને શિક્ષા જેવી જનતાના પાયાના મુદ્દાને લઈને થઈ છે. અરવિંદ કેજરીવાલ ઇમાનદાર ચહેરો પર છે. જેથી અંતિમ પરિણામની રાહ જોવી પડશે.