SC-ST એક્ટ: તપાસ વિના ધરપકડ શક્ય, સુપ્રીમ કોર્ટે સરકારી સુધારાને મંજૂરી આપી
નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સુધારો અધિનિયમ, 2018 ની માન્યતાને પડકારતી અરજીઓ પર ચુકાદો આપતાં કેન્દ્ર સરકારના સુધારાને મંજૂરી આપી દીધી છે. હવે પોલીસ તપાસ કર્યા વિના એસસી-એસટી એક્ટ હેઠળ ધરપકડ કરી શકે છે.
જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ વિનીત સારન અને જસ્ટિસ રવિન્દ્ર ભટની ખંડપીઠે આ અરજીઓ પર ચુકાદો આપ્યો છે. આ નિર્ણય પર, બે ન્યાયાધીશોએ સરકાર તરફથી કરેલા સુધારાને ટેકો આપ્યો હતો, જ્યારે એક જજે વિરોધ કર્યો હતો.
આ કાયદામાં એસસી-એસટી એક્ટ હેઠળ ધરપકડ કરાયેલા આરોપીને આગોતરા જામીન આપવાની જોગવાઈઓ પર પ્રતિબંધ છે. સુપ્રીમ કોર્ટે 20 માર્ચ 2018 ના રોજ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે એસસી-એસટી એક્ટ હેઠળ તપાસ કર્યા વિના ધરપકડ કરી શકાતી નથી. આના પર, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની બે જજની બેંચના નિર્ણય સાથે અસંમતિ દર્શાવતા સમીક્ષાની અરજી દાખલ કરી હતી.