રાષ્ટ્રીયવેપાર

૧ રૂપિયાની નવી નોટ લાવવાની તૈયારીમાં મોદી સરકાર

નવી દિલ્હી
જલ્દી તમારા ખિસ્સામાં 1 રુપિયાની નવી કરન્સી નોટ આવી જશે. 1 રુપિયાની નવી નોટોની પ્રિન્ટિંગ ભારતીય રિઝર્વ બેન્ક નહીં પણ વિત્ત મંત્રાલય કરશે. સરકારે એક ગેજેટ નોટિફિકેશનમાં 1 રુપિયાની નવી કરન્સી નોટ જારી કરવા વિશે જાણકારી આપી છે.
મળેલી માહિતી અનુસાર આ નોટ ની શું ખાશીયતો હશે એ જણાવી દઈએ..
એક રુપિયાની નવી નોટમાં ‘ભારત સરકાર’ લખેલું હશે. આ ‘Government of India’ઠીક ઉપર લખેલું હશે. આ નોટ પર વિત્ત સચિવ અતનુ ચક્રવર્તીના સિગ્નેચર હશે. તેમના આ સિગ્નેચર હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં હશે. આ નોટ પર એક રુપિયા 2020 સિરીઝના રુપિયાના સિક્કાના રેપ્લિકા પણ છપાયેલ હશે. જેના પર ‘સત્યમેવ જયતે’ લખલે હશે. સાથે નંબરિંગ પેનલ પર ‘L’પણ લખેલો હશે. રુપિયાની સિંબલની સાથે અનાજની ડિઝાઇન પણ બનેલી હશે. જે દેશમાં કૃષિને દર્શાવશે. સાથે નોટ પર ‘Sagar Samrat’નું ચિત્ર પણ હશે, જે દેશની ઓઇલ એક્સપ્લોરેશનને દર્શાવશે.- આ નોટનો રંગ મુખ્ય રીતે ગુલાબી અને લીલો હશે. જોકે તેની ઉપક કેટલાક અન્ય રંગોનો પણ ઉપયોગ કરાશે. એક રુપિયાની નોટની સાઇઝ 9.7 x 6.3 સેમી હશે. 1 રુપિયાની નવી નોટ પર મલ્ટી ટોન પર અશોક પિલરનો વોટરમાર્ક છે. જમણી તરફ ઉપરથી નીચે તરફ ભારત લખેલું હશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x