રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે ગાર્ગી કોલેજમાં છેડતીનો કેસ સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

છોકરીઓની છેડતીના કેસની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. ગુરુવારે આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરનાર અરજદારને સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. સીબીઆઈ તપાસની માંગ માટે વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
અરજી એડવોકેટ એમ.એલ. શર્મા દ્વારા કરવામાં આવી હતી. એડ્વોકેટ શર્માએ દાખલ કરેલી અરજીમાં ભારત સરકાર અને સીબીઆઈને પ્રતિવાદીઓ તરીકે બનાવ્યા હતા. અરજદારે કહ્યું હતું કે, કોલેજમાં જે રીતે બહારના લોકોએ પ્રવેશ કર્યો હતો અને આટલા મોટા પાયે છોકરીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું, તેની સીબીઆઇ તપાસ જરૂરી છે. ડીયુની ગાર્ગી કોલેજના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે 6 ફેબ્રુઆરીએ કેટલાક બહારના લોકોએ કોલેજ કેમ્પસમાં પ્રવેશ કર્યો હતો અને ફેસ્ટ દરમિયાન યુવતી વિદ્યાર્થીઓની છેડતી કરી હતી.
છેડતીની ઘટના બાદ વિદ્યાર્થીઓએ પણ કાર્યવાહીની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટના બાદ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ વહીવટી તંત્રના વલણ ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ કેસની ફરિયાદ હૌજ ખાસ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી, ત્યારબાદ દિલ્હી પોલીસે 10 આરોપીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજના આધારે અન્ય 30 શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં આવી છે. આ શકમંદોને પકડવા માટે દિલ્હી પોલીસની 11 ટીમો રોકાયેલા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ગાર્ગી કોલેજમાં 10 વિદ્યાર્થીનીઓની છેડતી કરવા બદલ ધરપકડ કરાયેલા 10 આરોપીની
ઓળખ 30 કેમેરાના સીએસટીવી ફૂટેજના આધારે કરવામાં આવી રહી છે. આરોપીની શોધમાં કોલેજ કેમ્પસમાં ઘટના સમયે હાજર વાહનોના રજિસ્ટ્રેશન નંબર પણ તપાસી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *