ગાંધીનગરગુજરાત

ચરસ સાથે ઝડપાયેલા આરોપીને ૧પ વર્ષની સખત કેદની સજા

ગાંધીનગર,ગુરૃવાર
ગાંધીનગર શહેર નજીક લેકાવાડા ગામની સીમમાં હનુમાન મંદિરમા ઓરડી બનાવીને રહેતાં ઘનશ્યામ સિતારામ સાધુ ગેરકાયદેસર રીતે ચરસ ગાંજાનું વેચાણ કરતાં હોવાની બાતમીના આધારે વર્ષ ર૦૧૦માં તત્કાલિન એએસપી શોભા ભુતડા અને તેમની ટીમે દરોડો પાડયો હતો. જેમાં ઘનશ્યામ સાધુ અને કમલેશ રાજારામ સોલંકીની ૧૭૩૫ ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી લીધી હતી.

તેની સાથે ઘનશ્યામ સાધુ દ્વારા જમીનમાં ૧૦૪ જેટલા ગાંજાના છોડ પણ વાવવામાં આવ્યા હતા જેનું વજન ૩૬૨ ગ્રામ જેટલું થયું હતું. આ સમયે પોલીસે કુલ ૩૫૫૫૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ સંદર્ભે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ ગાંધીનગરના સ્પેશિયલ જજ એનડીપીએસ અને મુખ્ય સેસન્સ જજશ્રી એ.સી.રાવની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. જેમાં સરકાર તરફે સરકારી વકીલ સુનીલ એસ પંડયા હાજર રહયા હતા અને તેમણે બન્ને આરોપીઓને સખતમાં સખત સજા થાય તે અંગે ધારદાર દલીલો રજૂ કરી હતી.

જે અંતર્ગત કોર્ટે આરોપી નં.૧ ઘનશ્યામ સીતારામ સાધુને ૧પ વર્ષની સખત કેદની સજા અને એક લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે આરોપી નં.ર કમલેશ રાજારામ સોલંકીને દસ વર્ષની સખત કેદની સજા અને પચાસ હજારના દંડનો હુકમ કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x