ગુજરાત: વિત્તમંત્રી પટેલે 2 લાખ 17 હજાર 287 કરોડનું બજેટ રજૂ કર્યુ
ગાંધીનગર
ગુજરાત વિધાનસભામાં વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ છે. નીતિન પટેલે આઠમી વખત બજેટ રજૂ કર્યુ હતું. નીતિન પટેલે કહ્યુ કે, અમારી સરકાર હંમેશા ખેડૂતોના પડખે રહી છે. ઉત્તમ કામ કરવા આગળ વધી રહ્યા છીએ.ગુજરાતનું 2 લાખ 17 હજાર 287 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે.
ગામમાં જેટલી રકમ NRG વિકાસ માટે આપશે તેટલી રકમ સરકાર પણ આપશે
ચિલ્ડ્રન હોમના નવા બિલ્ડિંગ બનશે
રાજપીપળામાં બિરસામુંડા યૂનિવર્સિટી શરૂ કરાશે
સમૂહ લગ્નોને પ્રોત્સાહન મળે તે માટે 7 ફેરા યોજના
વિદ્યાર્થીઓને પોષ્ટિક આહાર આપવામાં આવશે
વિનામૂલ્યે સાયકલ આપવામાં આવશે
1થી 8ના વિદ્યાર્થીઓને ગણવેશ માટે 800 રૂપિયા
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનામાં સરકારે કર્યો વધારો
બોટાદમાં બાબા સાહેબ આંબેડકર ભવન બનશે
સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણી માટે સરકારની જાહેરાત
ગંદા પાણીને શુદ્ધ કરવા માટે સરકાર નવા પ્રોજેક્ટ લાવશે
ચાવંડ-લાઠી પાઇપલાઇન માટે સરકારની જાહેરાત
ગાંધીનગરને 24 કલાક પાણી આપવા માટે 240 કરોડની જોગવાઇ
નવી પાઇપલાઇન માટે 500 કરોડની જોગવાઇ
શહેરી વિસ્તારમાં 500 આંગણવાડી કેન્દ્રો શરૂ કરાશે
5 લાખ વિધવા બહેનોને સહાય અપાશે
રાજ્યની 108 સેવા માટે વધારાની 150 એમ્બ્યુલન્સ ખરીદાશે
નવી કોલેજો માટે 125 કરોડની જોગવાઇ
180 કરોડના ખર્ચે નવી મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલ બનશે
સામાન્ય વહીવટ માટે 1766 કરોડની જોગવાઈ
માહિતી અને પ્રસારણ વિભાગ માટે 169 કરોડ
વન અને પર્યાવરણ માટે 1781 કરોડ
કાયદો અને વ્યવસ્થા માટે 7503 કરોડ
પોલીસ વિભાગમાં સરકાર 11,000ની નવી ભરતી કરશે
અન્ન અને નાગરીક પુરવઠા માટે 1271 કરોડ
વન અને પર્યાવરણ માટે 1781 કરોડ
ઉધોગ અને ખાણ ખનીજ માટે 7017 કરોડ
કલાઈમેટ ચેન્જ માટે 1019 કરોડની જોગવાઈ
ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે 13,917 કરોડ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1397 કરોડ
માર્ગ મકાન માટે 10,200 કરોડ
શ્રમિક કલ્યાણ અને રોજગાર વિભાગ માટે 1461 કરોડની જોગવાઈ
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 13,440 કરોડની જોગવાઈ
કચ્છમાં નર્મદાના પાણી પહોચાડવા માટે 100 કરોડની જોગવાઇ
કરજણ જળાશય યોજના માટે 28 કરોડની જોગવાઇ
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4321 કરોડની જોગવાઈ
પાણી પુરવઠા વિભાગ માટે 4317 કરોડની જોગવાઈ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,243 કરોડની જોગવાઈ
જળ સંપતિ વિભાગની કામગીરી માટે 7220 કરોડની જોગવાઈ
કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ મારે 7423 કરોડની જોગવાઈ
પશુપાલન માટે નાના ગોડાઉન બનાવવા સહાય કરાશે
સૌની યોજના માટે 1710 કરોડની યોજનાની જાહેરાત
પાંજરાપોળ માટે પણ સહાય અપાશે
ઘાસચારાના સંગ્રહ અને ગોડાઉન બનાવવા માટે સહાય કરવામાં આવશે
હિંમતનગર નજીક 43 કરોડના ખર્ચે નવી વેટરનરી કોલેજ શરૂ કરાશે
શિક્ષણ વિભાગ માટે 31995 કરોડની જોગવાઇ
રાજ્યની 500 શાળાઓને ઓફ એક્સલન્સ તરીકે વિકસાવાશે
રાજ્યના કુલ 29 હજાર ખેડૂતોને થશે લાભ
કિસાન પરિવાર યોજનાની પણ સરકારે કરી જાહેરાત
5 હજાર ખેડૂતોને 30 કરોડની સહાય અપાશે
3 લાખ 44 હજાર કરોડના રોકાણના MOU થયા
ખેડૂતો માટે 3795 કરોડનું કૃષિ પેકેજ જાહેર
પાક વીમો ભરવા માટે 1190 કરોડની સરકાર કરશે સહાય
605 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ
ખેડૂત કલ્યાણ યોજના માટે 7423 કરોડ રૂપિયાની જોગવાઇ
48 લાખ ખેડૂતોને 3186 કરોડ ચૂકવાયા
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત
કિસાન પરિવાર યોજનાની પણ સરકારે કરી જાહેરાત
લારીમાં છુટક શાકભાજી વેચતા વેપારીઓને સરકાર આપશે મોટી છત્રી
1 ગાય દીઠ સરકાર આપશે 900 રૂપિયાની સહાય
નાના માછીમારોને એન્જિન ખરીદવા માટે સહાયની યોજના