દિલ્હી હિંસા પર દુનિયાની ટિપ્પણી, આરોપ-પ્રત્યારોપ શરૂ
નવી દિલ્હી
દિલ્હી હિંસામાં 38 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકોની સારવાર ચાલી રહી છે. જોકે, દિલ્હીના નોર્થ-ઈસ્ટ વિસ્તારમાંથી નવી હિંસાના સમાચાર આવ્યા નથી, તે છતાં સ્થિતિ તંગદિલીભરી બનેલી છે. રાજકિય દળ એક-બીજા પર આરોપ લગાવી રહ્યાં છે. આ બધા વચ્ચે વિદેશથી પણ આ હિંસાને લઈને નિવેદન સામે આવી રહ્યાં છે. કેટલાક આંતરાષ્ટ્રીય સંગઠન અને હસ્તિઓ આ મામલે બોલ્યા છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રબળ ઉમેદવાર માનવામાં આવનાર બર્ની સેન્ડર્સથી લઈને સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પરિષદ સુધીના દિલ્હી હિંસા અને CAA વિરૂદ્ધ પ્રદર્શનને લઈને ટિપ્પણીઓ કરવામાં આવી છે. અમેરિકન ડિપ્લોમેટ રિચર્ડ હાસે પણ દિલ્હી હિંસાને લઈને ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે.
UNHRCએ CAA પર ચિંતા વ્યક્ત કરી
જેનેવામાં માનવાધિકાર પરિષદના 43માં સત્રમાં તેના પ્રમુખે ભારતમાં સંશોધિત નાગરિકતા કાનૂન (CAA) લાગૂં થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. UNHRCએ કહ્યું કે, આ કાનૂન વિરૂદ્ધ દરેક સમુદાયે ભારતીય શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યાં છે.
UNHRCએ કહ્યું કે, દરેક સમુદાયના ભારતીય પોતાના દેશના સેક્યુલરિઝમની પરંપરાના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યાં છે. શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરનારાઓ પર પોલીસની કાર્યવાહી અને મુસ્લિમો પર હુમલાઓ દરમિયાન પોલીસનું કંઇ ના કરવાના સમાચાર અમને પરેશાન કરે છે. આ બધાએ હવે બે સમુદાયો વચ્ચે ઝગડાનું સ્વરૂપ લઈ લીધું છે. અમે બધા રાજનેતાઓને હિંસાને ટાળવાની અપીલ કરીએ છીએ.
અમેરિકન ડિપ્લોમેટે દિલ્હી હિંસા પર કર્યું ટ્વિટ
કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના અધ્યક્ષ રિચર્ડ હાસે દિલ્હી હિંસા પર એક ટ્વિટ કર્યું છે. હાસે હિંસા સાથે જોડાયેલ ન્યૂયોર્ક ટાઈમ્સના એક સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.
રિચર્ડે લખ્યું, ભારતની સફળતાનું કારણ તે રહ્યું છે કે, મુસ્લિમ અલ્પસંખ્યક પોતાને ભારતીયની જેમ જુએ છે. પરંતુ તે હવે ખતરામાં છે કેમ કે સરકાર રાજકિય ફાયદાઓ ઉઠાવવા માટે આઈડેન્ટિટી પોલિટ્કિસ કરી રહી છે. આ આર્થિક અને સામાજિક રૂપથી મોંઘુ સાબિત થશે.
બર્ની સેન્ડર્સે ટ્રમ્પની ટીકા કરી
દિલ્હીમાં હિંસા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન જ શરૂ થઈ ગઈ હતી. ટ્રમ્પના પ્રવાસના અંતિમ દિવસે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી, જેમાં હિંસાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ટ્રમ્પે કહ્યું કે, આ ભારતનો મામલો છે. આ નિવેદનને લઈને ડેમોક્રેટિક પાર્ટીથી રાષ્ટ્રપતિ પદના મુખ્ય દાવેદાર માનવામા આવનાર સેન્ડર્સે ટ્રમ્પની ટીકા કરી હતી.
બની સેન્ડર્સે કહ્યું કે, લગભગ 20 કરોડ મુસ્લિમો ભારતને પોતાનું ઘર બતાવે છે. મોટા પાયે મુસ્લિમ વિરોધી હિંસાએ ઘણા બધા લોકોના જીવ લઈ લીધા, અને આના પર ટ્રમ્પે નિવેદન આપ્યું, આ ભારતનો મામલો છે આ માનવાધિકારના મુદ્દા પર આપણા નેતૃત્વની નિષ્ફળતા છે.