ગાંધીનગરગુજરાત

ગુજરાત: વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ તમામ જિલ્લાઓમાં 7000થી વધુ CCTV કાર્યરત

ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં પોલીસ દ્વારા ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ હેઠળ તમામ જિલ્લાઓમાં 7000થી વધુ સીસીટીવી (CCTV) કેમેરાને કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જયારે 41 શહેરોમાં વાહનચાલકોને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ઇ-ચલણ ઇશ્યૂ કરવાની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં લોકોની સુરક્ષાને મજબૂત બનાવવા અને કાયદો-વ્યવસ્થામાં સુધારો લાવવા માટે આ પ્રોજેક્ટ મહત્ત્વનો સાબિત થઇ રહ્યો છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા નાગરિકો ટ્રાફિકના નિયમો અંગે જાગૃત બને, માર્ગ સુરક્ષા વધુ સુદ્ઢ બને તે માટે રાજ્યના તમામ જિલ્લાના 41 શહેરોમાં ટ્રાફિક જંક્શન, પ્રવેશ, એક્ઝિટ પોઇન્ટ અને સ્ટ્રેટેજિક સ્થળોએ 7000થી વધુ સીસીટીવી કેમેરાનું મજબૂત નેટવર્ક ગોઠવી દેવામાં આવ્યું છે. આ નેટવર્કને સંબંધિત જિલ્લાના ‘નેત્રમ’ સાથે પોઇન્ટ ટુ પોઇન્ટ ક્રાઇબર કનેક્ટીવીટીથી જોડવામાં આવ્યું છે.
રોંગ સાઇડમાં વાહન ચલાવવું, ઓવરસ્પીડથી વાહન ચલાવવું, ચાલુ વાહને મોબાઇલ પર વાતો કરવી, ટ્રીપલ સવારી જેવા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકોને આ સીસીટીવી કેમેરા નેટવર્કની મદદથી દંડ પેટે તા.15/02/2020થી ઇ-ચલણ ઇશ્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહન ચાલકો આ ઇ-ચલણની રકમ ઓનલાઇન પોર્ટલ http//echallanpayment.gov.in ઉપર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કીંગથી ભરી શકશે. ઉપરાંત વાહનચાલકો પોતાના જિલ્લાના નેત્રમ અને નિયત કરેલ પોલીસ સ્ટેશન ખાતે રોકડમાં પણ ઇ-ચલણની રકમ ભરી શકશે તેમ પોલીસ વિભાગની યાદીમાં જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x