ગાંધીનગરગુજરાત

બનાસકાંઠા: શાળામાં કાર શીખી રહેલી શિક્ષિકાએ વિદ્યાર્થિનીને કચડી મારી

આંબા
બનાસકાંઠામાં આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા ચાલુ શાળા દરમ્યાન તેને કાર શીખવાનો શોખ ચઢ્યો હતો અને તે શાળાના કંપાઉન્ડમાં જ કાર શીખી રહી હોવાનું સામે આવ્યું છે. ત્યારે શાળાના કંપાઉન્ડમાં પુર ઝડપે કાર હંકારતા એક બાળક અડફેટે આવતા તેનું મોત થયું હતું. આ બનાવને લઈ પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેન ચાલુ શાળા દરમ્યાન જ શાળાનાં પ્રાંગણમાં કાર શીખી રહ્યાં હતા. આ દરમિયાન શિક્ષિકાએ વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. આ સમગ્ર ઘટના બાદ હાલ શિક્ષિકા ગુમ થઇ ગયા છે. આ ઘટનાનાં રોષનાં પગલે આ શાળા આજે સ્વયંભૂ બંધ પાળ્યો છે. અહીં કોઇ વિદ્યાર્થીઓ નથી આવ્યાં કે ન કોઇ શિક્ષકો આવ્યાં છે.
આપણી રાજ્ય સરકાર વાંચે ગુજરાતનું કેમ્પેઇન ચલાવી રહી છે ત્યારે સરકારી સ્કૂલના જ શિક્ષિકા શાળામાં પોતાનું કામ છોડીને કાર કેમ શીખી રહ્યા હતા તે પણ એક શંકા ઉપજાવનાર બાબત છે. હજુ તો આ અંગે લખી રહ્યા છીએ ત્યારે અરવલ્લીની માં પણ શિક્ષકને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં શિક્ષકે ઘોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીની છેડતી કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *