ગુજરાત

ગીર ગઢડાના ધોકડવા ગામમાં લોકોને રેશનિંગ દુકાન પર વિનામૂલ્યે રાશન વિતરણ કરાયું 

ગીર ગઢડા :

સરકાર દ્વારા હાલ ની કોરોના વાઇરસ ની મહામારીના ધ્યાનમાં લઈને રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે રાસનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જ્યારે કોરોના વાયરસનાં પગલે રાસન ની દુકાન પર લોકોની સુરક્ષા માટે વિશાલભાઈ વોરા દ્વારા દુકાન બહાર એક મીટર દૂર ગોળ કુંડાળા કર્યા હતા અને લોકો ને સેનેટાઇઝર કરીને માસ્ક પહેરીને જ દુકાન પર પ્રવેશ આપવામા આવી રહ્યો છે જેથી કરીને લોકો સુરક્ષિત રહે એમ જણાવ્યું હતું અને ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાં લોકોને રેશનિંગન દુકાન પર લોકોને ધઉ, ચોખા, દાળ, ખાંડ વગેરે વસ્તુઓ નું વિનામૂલ્યે વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે કોરોના વાયરસનાં સંક્રમણ ની સાવચેતીના ભાગરૂપે ગીર ગઢડા પી.એચ.આઇ અધેરા સાહેબ દ્વારા લોકો ની સાવચેતી અને સલામતી માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને લોકો ની સાવચેતી-સલામતી રાખવા માટે પોલીસ કર્મચારીઓ દિગ્વિજયભાઈ, ગૌરવભાઈ, અક્ષયભાઇ, ઝરીનાબેન દ્વારા રાશની દુકાન પર લોકોની વધુ ભીડ ન થાય અને લોકો એક મીટર દૂર રહે અને લાઇન માં જ એક બીજા થી દુર રહે તે માટેના તકેદારીનાં ભાગરૂપે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. અહીં ગીર ગઢડા પોલીસ તંત્ર ખડેપગે રહીને લોકો ની સેવા કરતું જોવા મળ્યું અને રાબેતા મુજબ રાશન ધારકોને શાંતિપૂર્ણ રીતે રાસન વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x