ગુજરાત

લોકડાઉન જાહેર કર્યા પછી સિંગતેલના ભાવ ભડકે બળી રહ્યાં છે, ડબ્બાનો ભાવ રૂ. ૨૨૭૦ ખાદ્યતેલની કૃત્રિમ અછત.

અમદાવાદ :

કોરોના પછી લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળવામાં સમસ્યા નહીં નડે તેવા દાવા વચ્ચે બજારમાં ખાધતેલ, ખાસ કરીને સિંગતેલની કૃત્રિમ અછત સર્જાઈ છે અને લોકડાઉનનો લાભ ઉઠાવવા તેલિયા રાજાઓ મેદાને પશ્યાં છે. લોકડાઉન જાહેર કર્યા પછી સિંગતેલના ભાવ ભડકે બળી રહ્યાં છે અને ડબ્બાનો ભાવ રૂ. ૨૨૭૦ને આંબી ગયો છે. મોટાભાગના દુકાનદારો ગ્રાહકોને ‘તેલ નથી’ ના જવાબ આપી પાછા વાળી દે છે. છેલ્લા એક મહિનામાં તેલના ડબ્બામાં રૂ.૨૦૦ નો તોતીંગ વધારો થયો છે. લોકડાઉનના પગલે ટ્રાન્સપોર્ટેશનને પણ અસર થતાં કપરાં સમયે જ તેલની અછત સર્જવામાં આવી છે. ગુજરાતની ઓઇલ મિલો પાસે લગભગ બે મહિના ચાલે તેટલો ખાદ્યતેલનો જથ્થો પડયો છે, પસ્તુ ખુલ્લા બજારમાં માલ પહોંચતો નથી. રાજયમાં મગફળી, રાયડો સહિત તેલિબિયાં પૂરતા પ્રમાણમાં છે પણ ઓઇલ મિલો બંધ હોવાથી તેલનું પીલાણ ન થતાં અત્યારે અછતની સ્થિતિ વર્તાઈ રહી હોવાનું બજારના સૂત્રો કહી રહ્યાં છે. ગુજરાતમાં સૌથી વધુ સિંગતેલ ખવાય છે. આ પછી કપાસિયા તેલ અને રાયડાનું તેલ વપરાય છે. અછતની પરિસ્થિતિમાં ભારતની જરૂરિયાત પુરી કરવા પામતેલ અને સોયાબીન તેલ વિદેશથી આયાત કરવામાં આવે છે. વૈશ્વિક લોકડાઉનથી હાલમાં વિદેશી તેલની આયાત લગભગ બંધ ગઈ છે. જેના કારણે સ્થાનિક તેલ પર જ બજાર અને લોકોની જરૂરિયાત પૂરી કરવાનો આધાર છે. સિંગતેલનો મોટો જથ્થો ગુજરાતની ઓઇલ મિલોમાં પડેલો છે પણ લોકડાઉનના પગલે સિંગતેલ બજાર સુધી પહોંચી શકતું નથી. ગ્રાહકોમાં સંગ્રહની પ્રવૃત્તિ અનેક જથ્થાબંધ વેપારીઓએ પણ હાજર માલ દબાવીને નફો રળવાની ચાલ શરૂ કર્યાની ચર્ચા છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, ખેડૂતો પાસે મગફળીપડીછે, પણ ઓઇલ મિલો બંધ છે. રાહતની વાત એ પણ છે કે, નાફેડ પાસે છ લાખ ટન મગફળીનો જથ્થો છે. જો સરકાર નાફેડ પાસે પડેલી મગફળીની હરાજી કરાવે અને ઓઈલ મિલો ચાલુ કરાવવા આયોજન કરાય તો જ આવનારા દિવસોમાં ખાદ્યતેલની કારમી અછતથી છૂટકારો મળી શકે તેમ છે. ચાલુ વર્ષેપાછોતરા વરસાદી કપાસિયામાં મહદઅંશે ૯-૧૦ ટકા તેલ જ મળ્યું હતું. આ સ્થિતિમાં રાયડના તેલની ડિમાન્ડ સ્વાભાવિક જ વધી છે. રાયડાનો પાક સારો થયો છે, પણ કાચો માલ મિલો સુધી ન પહોંચતા રાયડાના તેલની પણ અછત જેવી સ્થિતિ છે.એકંદરે ગુજરાત સરકારનું તંત્ર ઓઇલ મિલો ચાલુ થાય, ખેડૂતો નાફેડ અને FCI પાસે પડેલો જથ્થો પીલાણ માટે પહોંચે તેવી વ્યવસ્થા કરે તે જરૂરી છે. બીજીતરફ રાજયના બંધ પડેલા માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવે તો તેલીબિયાનો જથ્થો ઓઈલ મિલો સુધી પહોંચેે ઓઈલ મિલો ધમધમતી થાય તો આવનારા દિવસોમાં ખાદ્યતેલની અછત નિવારી શકાય તેમ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *