PM મોદીએ સચિન, ગાંગુલી, કોહલી સહિત 40 ખેલાડીઓને 5 સંદેશ પહોંચાડવાની કરી અપીલ.
નવી દિલ્હીઃ
પીએમ મોદીએ દેશની મુખ્ય ખેલની હસ્તિઓને કોરોના વિરુદ્ધ જંગમાં સાથે આવવાનો આગ્રહ કરતા કહ્યું કે, બીજા વિશ્વ યુદ્ધ બાદ સંપૂર્ણ વિશ્વ અત્યાર સુધીના સૌથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જે હેઠળ ન પ્રથમવાર માત્ર ઓલિમ્પિક ગેમ્સને ટાળવામાં આવી પરંતુ વિમ્બલ્ડન સહિત ઘણી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટને પણ ટાળવી પડી છે. પીએમ મોદીએ દેશના 40 દિગ્ગજ ખેલાડીઓને 5 સંદેશ લોકો સુધી પહોંચાડવાનો આગ્રહ કર્યો છે.
મોદીની ખેલાડીઓને મોટી અપીલ
સંકટના આ સમયમાં ખેલાડીઓને પીએમ મોદીએ સકારાત્મકઉર્જા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરવાનો પણ આગ્રહ કર્યો છે. પીએમ મોદીએ શુક્રવારે પસંદગીની ખેલ હસ્તિઓ સાથે વીડિયો કોન્ફરન્સની મદદથી વાત કરી હતી. આ પહેલા તેઓ સમાજની અલગ-અલગ હસ્તિઓ સાથે પણ પીએમ મોદી સંવાદ કરી ચુક્યા છે.
5 સંદેશ પહોંચાડવાનો કર્યો આગ્રહ
પીએમ મોદીએ ખેલ હસ્તિઓને પાંચ સંદેશ લોકો સુધી પહોંચાડવાનું કહ્યું, જેમાં પ્રથમ સંકલ્પ- મહામારી સામે લડવાનો, બીજો સંયમની સાથે સોશિયલ ડેસ્ટેન્સિંગનું પાલન કરવું, ત્રીજું સકારાત્મકતા એટલે કે, લોકોમાં પોઝિટિવિટી ભરવી, ચોથું કોરોના સામે લડનારા તમામ વીરોનું સન્માન કરવું અને પાંચમું દરેક કોઈ વ્યક્તિગત સ્તર પર લડાઈમાં સાથે આપે અને પીએમ કેયર્સ ફંડમાં મદદ કરે.
સચિન, ગાંગુલી, કોહલી સહિત ઘણા દિગ્ગજ ખેલાડી થયા સામેલ
ખેલાડીઓએ પણ પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ આ સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. પીએમ મોદીની વીડિયો કોન્ફરન્સમાં 40થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો જેમાં ભારત રત્ન સચિન તેંડુલકર, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી, યુવરાજ સિંહ, મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ, બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સહિત તમામ ખેલ જગતના દિગ્ગજો સામેલ થયા હતા.