ગુજરાત

શું કોરોનાથી મરેલા વ્યક્તિની અંતિમક્રિયા કે દફનિવિધિથી ચેપ ફેલાય છે? આ રહ્યો સાચો જવાબ.

શું હકીકતમાં કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણથી મરનાર વ્યક્તિની ડેડબોડી બાળવાથી કે દફનાવવાથી COVID-19નું સંક્રમણ ફેલાય છે. આ વિશે WHOના રિપોર્ટ અને તબીબો પાસેથી માહિતી મેળવતા જાણવા મળ્યું. આ પહેલા કોલકાત્તામાં કોરોનાથા થયેલ મોત અને તેના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા પર શુ સમસ્યાઓ થઈ તે જાણી લઈએ.

જ્યાં આખો દેશ હાલ કોરોના સામે લડી રહ્યા છે, ત્યારે એક એવી ઘટના વિશે જાણીએ જે જાણ્યા બાદ તમે પણ વિચાર કરવા મજબૂર બની જશો. હકીકતમાં, પશ્ચિમ બંગાળના કોલકાત્તામાં ધાપા વિસ્તારમાં COVID-19ના સંક્રમણથી સકાશ નામના એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મોત બાદ જ્યારે તેમના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવા માટે તેઓને સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યા, ત્યારે સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પોલીસે આ તમામ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ન માન્યા. લોકોનુ કહેવુ હતું કે, મૃતક એક કોરોના સંક્રમિત છે અને તેની ડેડબોડી બાળવાથી બીજા પર કોરોનાની અસર થઈ શકે છે. કોલકાત્તા પોલીસે લોકોને સમજાવ્યા, પરંતુ તેઓ વિરોધ કરવા લાગ્યા. આખરે પોલીસ ભીડને હટાવવા સફળ ન થઈ.

અહી બે વિષય પર ચર્ચા કરવાની જરૂર છે. એક તો ત્યાં જ્યા સરકાર સામાન્ય જનતાને વારંવાર કહી રહી છે કે, એક જગ્યા પર 5થી વધુ લોકો એકઠા ન થવા. તેમ છતા લોકો સમજી શક્તા નથી. બીજો સૌથી મોટો સવાલ એ છે કે, શું કોરોના પીડિતની ડેડબોડી બાળવાથી કે દફનાવવાથી સંક્રમણ ફેલાવાનો ખતરો થાય છે. જો ખતરો છે તો આવી ડેડબોડીના અંતિમ સંસ્કાર કેવી રીતે કરી શકાય. આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે WHOનો રિપોર્ટ સામે આવ્યો.

WHO ના રિપોર્ટ અનુસાર, જો કોરોનાથી સંક્રમિત થઈને મૃત્યુ પામનાર કોઈ વ્યક્તિની ડેડબોડીને બાળવામાં આવે તો શું થાય….

જો ડેડબોડીને ઈલેક્ટ્રિક મશીન, લાકડુ કે સીએનજીમાં બાળવામાં આવે છે તો આગનુ તાપમાન 800 થી 1000 ડિગ્રી સેલ્સિયસ હશે, આવામાં કોઈ પણ વાયરસ જીવિત નહિ રહેશે.
જો ડેડબોડીને દફનાવવાને બદલે અને પીવાના પાણીના સ્થળમાં 30 મીટર કે તેનાથી વધુ અંતર છે, તો કોઈ ખતરો નથી.
WHO ના સંક્રમણ રોકવા, મહામારી નિયંત્રણ અને સ્વાસ્થય સંભાળમાં મહામારી પ્રવૃત્ત તીવ્ર શ્વસન સંક્રમણ પર ગાઈડલાઈન્સમાં મતૃદેહને આઈસોલેશન રૂમમાં કોઈ વિસ્તારથી બીજે લઈ જવાથી ફ્લૂના સીધા સંપર્કમાં આવી શકાય છે, જેનાથી બચવા માટે તેઓને ખાસ કપડા આપવામાં આવે છે.

WHO ના સૂચનોમાં વારંવાર કહેવાયુ છે કે, COVID-19 હવાથી ફેલાતો નથી. પરંતુ બારીક કણોના માધ્યમથી ફેલાય છે.
મેડિકલ સ્ટાફને કહેવામાં આવ્યું છે કે, COVID-19 ના સંક્રમણથી મરનાર વ્યક્તિના મૃતદેહને વોર્ડ કે આઈસોલેશન રૂમમાં WHO દ્વારા બતાવવામાં આવેલ માહિતીના મદદથી જ શિફ્ટ કરવું.
મૃતદેહને હટાવવા સમયે પીપીઆઈનો પ્રયોગ કરો. પીપીઆઈ એક પ્રકારનો મેડિકલ સૂટ છે, જેમાં મોડિકલ સ્ટાફને એક ચશ્મા, એન 95 માસ્ક, ગ્લોવ્ઝ અને એક એવુ એપ્રન પહેરવુ પડે છે. જેની અંદર પાણી ન જઈ શકે.
દર્દીના શરીરમાં લાગેલી તમામ ટ્યુબ સાવધાનીથી હટાવવામાં આવે. મૃતદેહના શરીર પર કોઈ ઈજા કે રક્ત હોય તો તેને ઢાંકવામાં આવે.
મેડિકલ સ્ટાફ એ જોઈ લે કે, મૃતદેહમાંથી કોઈ પ્રકારનું પ્રવાહી પદાર્થ ન નીકળે.
મૃતદેહને પ્લાસ્કિટની લીકપ્રુફ બેગમાં રાખવામા આવે. તે બેગને 1 ટકા હાઈપોક્લોરાઈટની મદદથી કીટાણુરહિત બનાવવામાં આવે. તેના બાદ જ મૃતદેહને પરિવાર દ્વારા આપવામાં આવેલ સફેદ ચાદરમાં લપેટવામા આવે.
કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિની સારવારમાં ઉપયોગમાં લેવાયેલ ટ્યુબ અને અન્ય મેડિકલ ઉપકરણ, મૃતદેહને લઈ જતા સમયે ઉપયોગમાં લેવાયેલી બેગ અને ચાદર બધાને નષ્ટ કરવુ જરૂરી છે.
મેડિકલ સ્ટાફને સૂચના આપવામાં આવે કે, તેઓ મૃતકના પરિવારને માહિતી આપે અને તેમની ભાવનાઓને ધ્યાનમાં રાખીને કામ કરે.
મૃતદેહ સાથે જોડાયેલી ગાઈડલાઈન્સ
ભારત સરકારના અનુસાર,

COVID-19 થી સંક્રમિત મૃતદેહને એક એવી ચેમ્બરમાં રાખવામાં આવે, જેનુ તાપમાન અંદાજે 4 ડિગ્રી સેલ્સિયસ હોય.
મૃતદેહને વ્યસ્થિત સાફ કરાય, જેથી કોઈ પ્રવાહી પદાર્થ તેમાંથી ન નીકળે.
COVID-19 થી સંક્રમિત મૃતદેહની એમ્બામિંગ પર પ્રતિબંધ છે, એટલે કે મોત બાદ મૃતદેહે સુરક્ષિત રાખવા માટે તેના પર કોઈ લેપ લગાવવામાં નહિ આવે. કહેવાયુ છે કે, આવા
વ્યક્તિની ઓટોપ્સી એટલે કે પોસ્ટમોર્ટમ બહુ જ જરૂરી હોય તો કરવું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x