ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ 105, અમદાવાદ, ભાવનગર અને ગાંધીનગરમાં વધ્યા કેસ.

ગાંધીનગર :

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 100થી વધી છે. આજે વધુ 10 કેસ રાજ્યભરમાં નોંધાયા છે. આજે કોરોના પોઝિટિવ મહિલા દર્દી જેની ઈંદોરની ટ્રાવેલ હિસ્ટ્રી હતી તેમનું અવસાન અમદાવાદની હોસ્પિટલમાં થયું છે. આજે એક સારી વાત એ છે કે ગાંધીનગરના 4 દર્દીને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. આજે ગાંધીનગરની હોસ્પિટલમાંથી 23 વર્ષની યુવતિ, 27 વર્ષની યુવતી અને ડાયાબિટીસ સહિતની બીમારીઓ ધરાવતા 80 વર્ષના વૃદ્ધા તેમજ 50 વર્ષના પુરુષ દર્દી સારવાર બાદ રિકવર થતાં તેમને રજા આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આજે વધારો થયો છે. આજે ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2, પાટણમાં 1 અને અમદાવાદમાં વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 105 થઈ ગઈ છે. અમદાવાદ માટે સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ છે. અમદાવાદમાં કુલ કેસ 43 થયા છે. આજે નોંધાયેલા કેસ આંબાવાડી, નવરંગપુરા, જમાલપુરા, બાપુનગર વિસ્તારના છે. આ ઉપરાંત આજે નોંધાયેલા તમામ 10 કેસ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કથી એટલે કે લોકલ ટ્રાંસમીશનથી ફેલાયેલા છે.

ક્યાં કેટલા કેસ

અમદાવાદ – 43 (5 દર્દી રિકવર, 5ના મોત)
સુરત – 12 (3 દર્દી રિકવર, 1 મોત)
વડોદરા – 9 (1 દર્દી રિકવર, 1 મોત)
ગાંધીનગર – 13 (4 દર્દી રિકવર)
ભાવનગર – 9 (2 દર્દીના મોત)
રાજકોટ – 10 (1 દર્દી રિકવર)
પોરબંદર – 3
ગીર સોમનાથ – 2
કચ્છ – 1
મહેસાણા – 1
પાટણ – 1
પંચમહાલ – 1 (દર્દીનું મોત)

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x