આંતરરાષ્ટ્રીયરમતગમતરાષ્ટ્રીય

દિલ્હીમાં યોજાનાર શૂટિંગ વિશ્વકપ કોરોનાને કારણે રદ્દઃ એનઆરએઆઈ સચિવ

નવી દિલ્હી :
ભારતની રાજધાનીમાં બે તબક્કામાં યોજાનાર શૂટિંગ વિશ્વકપને રદ્દ કરી દેવામાં આવ્યો છે. ભારતીય રાઇફલ સંઘ (એનઆરએઆઈ) ના સચિવ રાજીવ ભાટિયાએ સોમવારે આ વાતની જાણકારી આપી હતી.
ભાટિયાએ આઈએનએએસને કહ્યું, નવી તારીખની જાહેરાત થઈ નથી. ટૂર્નામેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે. મને નથી લાગતું કે આ વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન થઈ શકશે. નવી દિલ્હી-2020 વિશ્વ કપને રદ્દ કરી દેવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય શૂટિંગ એસોસિએશન (આઈએસએસએફ) એ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, રાઇફલ, પિસ્તોલ અને શોટગન તબક્કા રદ્દ કરી દેવામાં આવ્યા છે. નિવેદન પ્રમાણે, કોવિડ19ને કારણે દિલ્હી આયોજન સમિતિએ રાઇફલ/પિસ્તોલ અને શોટગન વિશ્વકપ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ બંન્ને વિશ્વકપ નવી દિલ્હીમાં યોજાવાના હતા. રાઇફલ અને પિસ્તોલ વિશ્વકપ 5 મેથી 13 મેચ વચ્ચે યોજાવાનો હતો. જ્યારે શોટગન વિશ્વકપ 20થી 29 મે વચ્ચે રમાવાનો હતો.
આ સિવાય 22 જૂનથી ત્રણ જુલઈ સુધી રમાનાર બાકુ વિશ્વકપ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x