ગુજરાત

વોટ્સએપ કરો અને મેળવો કીટ, સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જરૂરિયાત મંદ લોકોને કીટ વિતરણ.

સુરત :

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જરૂરિયાત મંદ લોકોને કીટ વિતરણ કરવામાં આવનાર છે. અગાઉ આપને મોબાઈલ નંબરો આપવામાં આવ્યાં હતાં. પરંતુ જરૂરિયાતમંદ વ્યક્તિ તે બધા નમ્બરોમાં તેની વિગત મોકલતા હોય માટે તે વિગત ફરી રીપિટ થતી હતી. જેથી તેના વિકલ્પરૂપે એક જ નંબર પર વિગત લેવાનું નક્કી કરવામાં આવેલ છે. જે લોકોએ અગાઉ ના નંબરમાં વિગત આપી દીધી છે. તેમણે હવે ફરીવાર વિગત આપવાની જરૂર નથી. માટે હવે જેને વિગત આપવાની બાકી છે તેમણે આ નવા મો. નં. પર (94996 12508) પર ફક્ત વોટ્સેપ થી માહિતી આપવી. ફોન કરવાનો નથી. આપનું નામ, ઘરનું સરનામું, અને મોબાઈલ નંબર ફરજિયાત આપવો. ચાર પાંચ દિવસ માં આપને કીટ પહોંચાડવામાં આવશે. કીટ માટેની નોંધણી અગાઉ જે ફોન નંબર આપવામાં આવ્યાં હતાં તેનાં પર કીટ માટે સંપર્ક ના કરતા ફક્ત ઉપયુક્ત નંબર પર વોટ્સએપ કરવા નમ્ર વિનંતી છે. આ સાથે કીટ માટે મહેરબાની કરીને સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ પર આવવું નહિ. ઉપરોકત આપેલ નંબર પર જ આપની વિગત જણાવશોજી. હાલમાં “લોક ડાઉન” ચાલી રહ્યું છે. માટે ઘરની બહાર ન નીકળવા સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *