રાજુલા : પીપાવાવમાં રિલાયન્સ કંપનીના કામદારને 5 મહિનાથી પગાર ન મળતા સ્થિતિ કફોડી, સરકાર સમક્ષ માંગી મદદ.
રાજુલા :
અમરેલી જિલ્લાના પીપાવાવ સ્થિત રિલાયન્સ નેવલ એન્જિનિયરિંગ કંપનીના એક હજાર કામદારોને છેલ્લા 5 મહિનાથી પગાર મળ્યો નથી. કામદારોને પગાર ન મળતા લોકડાઉનની કપરી સ્થિતિ વચ્ચે કામદારોની મુશ્કેલી વધી ગઇ છે. સરકારનો આદેશ હોવા છતાં હજી સુધી પગાર પગરા ન મળતા કામદારોમાં રોષ ફેલાઇ ગયો છે.કામદારોના પરિવારની મુશ્કેલી વધતા વીડિયો સોશિયલ મીડિયામાં જાહેર કરીને કામદારો મદદ માંગી રહ્યા છે.
સરકાર અમારી મદદ કરે તેવી કામદારે માંગણી કરી
સોશિયલ મીડિયામાં જાહેર થયેલા વીડિયોમાં કામદારે જણાવ્યું હતું કે, અમારો 5 મહિનાથી પગાર ન થતાં પરિવારનું જીવન ગુજરાત ચલાવવુ મશ્કેલ બન્યું છે. અમે રાજુલામાં ફસાયા છીએ. અમે દરેક જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છીએ. અમે ઘરે જઇ શકતા નથી. મારા પરિવારમાં 5 સભ્યો છે. સરકાર અમારી મદદ કરે તેવી મારી માંગણી છે.