ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવાના નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો જ્યારે પાકિસ્તાને નિકાસ પર લાદ્યો પ્રતિબંધ.
ઈસ્લામાબાદ :
સમગ્ર દુનિયા હાલ કોરોના વાયરસની ઝપેટમાં છે. સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત આ સમયે જે વસ્તુને આ ઘાતક ઈન્ફેક્શનનો તોડ માનવામાં આવે છે, તે દવા છે હાઈડ્રોક્સિક્લોરોક્વિન.
મેલેરિયાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી આ દવાની માગ દુનિયાભરમાં વધી છે. આથી ભારતે આ દવાના નિકાસ પર લાગેલા પ્રતિબંધને હટાવીને દુનિયાની મદદ કરવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ પાકિસ્તાને નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે.
જોકે, પાકિસ્તાને 3 એપ્રિલના રોજ આ પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ પછી હટાવી લીધો હતો. હવે ફરી આ દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે.
નોંધનીય છે કે અમેરિકાની અપીલ પછી ભારતે આ દવા પરથી પ્રતિબંધ હટાવ્યો છે. ભારતમાં દર વર્ષે મેલેરિયા મોટી સંખ્યામાં લોકોને પોતાની ઝપેટમાં લે છે. જેના કારણે દેશની અનેક મોટી કંપનીઓ હાઈડ્રોક્સિક્લોરોક્વિનનું ઉત્પાદન કરે છે.
અમેરિકા સહિત અનેક દેશ COVID-19ની સારવાર માટે હાઈડ્રોક્સિક્લોરોક્વિનના ઉપયોગની વાત કરી ચૂક્યા છે. જે પછી પાકિસ્તાને આ દવાના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
મીડિયામાં આવેલા ન્યૂઝમાં પણ એ વાતની જાણકારી આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસના વધતા કેસ જોઈને જ્યાં સુધી નેશનલ કોઓર્ડિનેશન કમિટી જરુરી સમજશે ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલું જ રહેશે.
આ પહેલા 3 એપ્રિલના રોજ લગાવેલા પ્રતિબંધને મંત્રાલયોમાં થયેલા વિવાદના કારણે હટાવવામાં આવ્યો હતો. જેને ફરીથી એકવાર લાગુ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 4,892 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યાં છે જ્યારે 78 લોકોના મોત થયાં છે. તો, વડાપ્રધાન ઈમરાન ખાને થોડા દિવસો પહેલા જ આશંકા દર્શાવી હતી કે, હજુ પણ હાલાત વધારે ખરાબ થઈ શકે છે.
તેમણે એ પણ ઉમેર્યું હતું કે આવી સ્થિતિમાં પાકિસ્તાન પાસે આ સ્થિતિની બહાર નીકળવા માટે તેની પાસે પૂરતા હોસ્પિટલ પણ નહીં હોય