ગુજરાત

વડોદરા ભાજપના નગરસેવકે માત્ર પોતાના જ નહિ ભાજપના પણ કપડા ઉતાર્યા : જયરાજસિંહ પરમાર

ગાંધીનગર :
આજરોજ સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાથી તંત્ર સામે જાહેર માર્ગ ઉપર પોતાનો લેંઘો ઉતારીને વિરોધ કરીને પોતાની માનસિકતાનું પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને આડે હાથ લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે વડોદરા ભાજપના નગરસેવકે માત્ર પોતાના જ નહિ ભાજપના પણ કપડા ઉતાર્યા છે.


વધુમાં જણાવ્યું હતું કે છાશવારે કોંગ્રેસને સલાહ આપવા ઉતરી પડતા જીતુભાઇ વાઘાણી પોતાના નગરસેવકને કપડા પહેરાવે. જીતુભાઈ વાઘાણીનું ભાજપના સંગઠન પર નિયત્રણ નથી ને કોગ્રેસને સલાહ આપવા નીકળ્યા છે. જીતુભાઇ તમારા વડોદરાના કોર્પોરેટર સરકારી તંત્રને ગાંઠતા નથી ને ભરી બજારે પેન્ટ ઉતારી પક્ષની આબરૂનું લીલામ કરે છે એમને કોણ સમજાવશે ? આ ભાજપના ભવાઈ કરતા કોર્પોરેટર પોતાના જ નહી તમારા ભાજપના કપડા પણ ઉતારી રહ્યા છે ત્યારે પક્ષની આબરૂનુ વસ્ત્રાહરણ થતુ રોકવાની જવાબદારી જીતુભાઈ તમારી ખરી કે નહી ? તેવો સવાલ પણ કર્યો હતો.
વધુમાં ભાજપ ઉપર ટોણો મારતા જણાવ્યું હતું કે શુ આ હવે ભાજપવાળાઓ ને કપડા પહેરવા કે પહેરેલા જાહેરમાં નહી ઉતારવા પણ કોગ્રેસ સમજાવે એવું ન કહે તો સારું. ઘરમાં ધ્યાન આપો જીતુભાઈ બાકી આવા લોકો ભરબજારે પાયજામાના નાડા ખેચ્યા કરશેને આબરૂ તમારી જશે એવી સલાહ પણ શ્રી પરમારે આપી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x