રાષ્ટ્રીય

દિલ્હી-એનસીઆરમાં સતત બીજા દિવસે ભૂકંપ આવતાં લોકોની હાલત કફોડી, જાણો કેટલી હતી તીવ્રતા ?

નવી દિલ્હીઃ
કોરોનાવાયરરસના કારણે જાહેર થયેલા લોકડાઉનના કારણે લોકો ઘરોમાં ભરાયેલા છે ત્યારે દિલ્હીમાં આજે ભૂકંપના આંચકા આવતાં લોકો ફફડી ગયાં હતા. છેલ્લા 24 કલાકની અંદર દિલ્હીમાં આ બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધાઈ છે. સોમવારે બપોરે એક વાગ્યે 26 મીનિટ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેંદ્ર દિલ્હીમાં જ હતું. આ ભૂકંપના આંચકાના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના પ્રાથમિક અહેવાલ નથી. સતત બીજા દિવસે ભૂકંપ આવતા લોકો ચિંતામાં છે.
આ પહેલા રવિવારે દિલ્હી તથા નેશનલ કેપિટલ રીજિયન (એનસીઆર) વિસ્તારમાં સાંજે રીક્ટર સેક્લ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. થોડીક સેંકડો માટે અનુભવાયેલા આ આંચકાએ લોકોને ગભરાવી મૂક્યા હતા. સદનસીબે લોકો સંયમ દાખવીને ઘરોમાં રહેતાં કોઈ અરાજકતા કે અફડાતફડી નહોતી સર્જાઇ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *