અમદાવાદ કોરોનાનું કેપિટલ બન્યું. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 1021
ગાંધીનગર :
લોક ડાઉનના કડક અમલ વચ્ચે પણ ગુજરાતમાં કોરોનાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે તેમાં પણ અમદાવાદની સ્થિતિ વધુ ને વધુ ગંભીર બની રહી છે ત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 92 નો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા અત્યાર સુધી 1021 પર પહોંચી ગઈ છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 38 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 74 લોકો રીકવર થયા છે.
ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 590
ગાંધીનગર – 17
સુરત – 102
વડોદરા – 137
રાજકોટ – 28
ભાવનગર – 26
કચ્છ – 4
મહેસાણા – 4
ગીર સોમનાથ – 2
પોરબંદર – 3
પંચમહાલ – 8
પાટણ – 15
છોટાઉદેપુર – 6
જામનગર – 1
મોરબી – 1
સાબરકાંઠા – 1
આણંદ – 26
દાહોદ – 3
ભરૂચ – 21
બનાસકાંઠા – 6
ખેડા – 3
બોટાદ – 4
નર્મદા – 11
અરવલ્લી – 1
મહીસાગર – 1