રાજ્યમાં કોરોનાના કુલ 1275 કેસ નોંધાયા, અમદાવાદમાં 765 કેસ.
ગાંધીનગર :
ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 176 નો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા અત્યાર સુધી 1275 પર પહોંચી ગઈ છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 48 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 88 લોકો રીકવર થયા છે.
ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 765
ગાંધીનગર – 17
સુરત – 153
વડોદરા – 155
રાજકોટ – 30
ભાવનગર – 28
કચ્છ – 4
મહેસાણા – 4
ગીર સોમનાથ – 2
પોરબંદર – 3
પંચમહાલ – 9
પાટણ – 15
છોટાઉદેપુર – 6
જામનગર – 1
મોરબી – 1
સાબરકાંઠા – 1
આણંદ – 27
દાહોદ – 3
ભરૂચ – 22
બનાસકાંઠા – 9
ખેડા – 3
બોટાદ – 4
નર્મદા – 11
અરવલ્લી – 1
મહીસાગર – 1