હવે બાળકોના TikTok એકાઊન્ટને કન્ટ્રોલ કરી શકશે, 30 એપ્રિલથી બદલી જશે નિયમો
TikTok દ્રારા સલામતીને ધ્યાનમાં રાખતા ઘણા નવા ફિચર્સ એડ કરવામાં આવ્યા છે. આ તમામ ફિચર્ચ યંગ યૂઝર્સ માટે જ છે. જેમાંથી પ્રથમ ફિચર ફેમિલી પેયરિંગ માટે હશે. આ ફિચરની મદદથી માતા પિતા પોતાનું TikTok એકાઊન્ટ બાળકોના TikTok એકાઉન્ટ સાથે લીન્ક કરશે. આ સિવાય કંપની પોતાના પ્લેટફોર્મ પર 16 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સના ડાયરેક્ટ મેસેજને બંધ કરવાની પણ તૈયારીમાં છે.
ફેમિલી પેયરિંગ ફિચરના વિશે વિસ્તારથી વાત કરીએ તો માતા પિતા પોતાના TikTok એકાઉન્ટથી પોતાના બાળકોના એકાઉન્ટને લિન્ક કરી શકશે. જે પછી ડાયરેક્ટ મેસેજ, સ્ક્રિન ટાઈમ મેનેજમેન્ટ અને રિસ્ટ્રક્ટેડ મોડ જેવા ફિચર્ચ માટે કન્ટ્રોલ એડ કરી શકશે. આ સિવાય જણાવી દઈએ કે કંપની 16 વર્ષથી નાની ઉંમરના યુઝર્સને 30 એપ્રિલથી ડાયરેક્ટર મેસજની સુવિધા બંધ કરી રહી છે. કંપનીએ કહ્યું છે કે, આ નિર્ણય યુઝર્સની સેફ્ટીને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો છે. જેથી યંગ યુઝર્સ બેસને પ્રોટેક્ટ કરી શકાય.
હાલ તો TikTokમાં મેસેન્જરને લઈને કેટલીક પોલીસી અને કન્ટ્રોલ છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો હાલ માત્ર અપ્રૂવ્ડ ફોલોઅર્સ જ એકબીજા સાથે મેસેજમાં વાત કરી શકે છે અને મેસેજમાં ઈમેજ અને વીડિયો મોકલવું એલાઉ નથી. પણ 30 એપ્રિલ બાદ નવું ફિચર આવતા જ આ નિયમો વધારે કડક થશે. જે પછી 16 વર્ષથી નાની વયના લોકો માટે મેસેજીસ બંધ થઈ જશે. નવા યુઝર્સને આકર્ષિત કરવા માટે TikTok ગત્ત બે વર્ષમાં ઘણું આગળ છે. ભારત, યુએસ અને બ્રાઝીલ જેવા બજારોમાં એપ્લિકેશન ખૂબ જ લોકપ્રિય છે.