ગાંધીનગર

સેવાનો એક ભાગ બન્યા કલોલનાં યુવાનો, બીમાર ગાયને પ્રાથમિક સારવાર આપી સહી સલામત સ્થળે ખસેડવામાં આવી.

કલોલ :

આજ રોજ કલોલ તાલુકાના સઇજ ગામની સીમમાં આવેલ અનમોલ આંગન સોસાયટીનાં બાજુમાં એક બિનવારસી હાલતમાં ગાય બીમાર પડી હતી તેને સોસાયટીનાં પ્રમુખશ્રી મિતેષભાઈ સોની તથા સોસાયટીના રહીશો દ્વારા તમામ પ્રકારની મદદ કરી તેને જલ્દીથી સારવાર કરી શકાય તેમ છેલ્લા 3 દિવસથી તેઓ પોતાની તમામ પ્રકારની મદદ કરી.

પરંતુ આજ રોજ કલોલ તાલુકાનાનાં એક સામાજિક કાર્યકર્તા જેઓ પોતે સેવાનાં કાર્ય માટે કોઈ જાતની પરવા કર્યા વિના હંમેશા તૈયાર રહે છે તેવા શ્રી અંકિત પ્રવીણકુમાર પંચાલ દ્વારા કલોલ તાલુકાના સરકારી પશુનાં ડોકટર એવા શ્રી દવેભાઈ આવી ગાયને પ્રાથમિક સારવાર આપી હતી, અને તેમનાં મિત્રો શ્રી હિતેશભાઈ પંચાલ જેઓ પોતે કરુણા અભિયાનનાં સભ્ય તરીકે કાર્યરત છે તેઓ પણ છેલ્લા બે દિવસથી સ્થળ પર પહોંચી ગાયને સારવાર આપવા માટે તેમનાથી થતી મદદ કરી, શ્રી યોમેશભાઈ ગજ્જર, શ્રી જયપાલ સિહ, શ્રી પલક પટેલ, શ્રી અક્ષય ભાઈ પટેલ તેમના વિહકલ લઈને આવ્યાં હતાં, સાથે શ્રી મિતેષ ભાઈ સોની એ સોસાયટીનાં પ્રમુખશ્રીનાં લેટર પેડ પર અરજી કરી કલોલ તાલુકાના પાંજરા પોલમાં ગાયને મોકલવા માટે લખી આપ્યો. અને ગાયને કલોલ ખાતે આવેલા ગાયના ટેકરા પાસે આવેલ પાંજરા પોલમાં સહી સલામત રીતે મૂકી આવ્યા હતા.

આવી ભયાનક બીમારી કોરોના ફેલાઇ ગયો છે તો આવા અબોલા પશુ નું કોણ. આવી સેવા આ યુવાનો અવિરત પણે કરે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x