કોંગ્રેસ કોર્પોરેટર બદરુદ્દીન શેખની હાલત અત્યંત ગંભીર
અમદાવાદ :
અમદાવાદમાં કોરોના વાયરસનો કેર જારી છે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખને કોરોના વાયરસના કારણે SVP હોસ્પિટલમાં એડમિડ કર્યા છે તેમની હાલત અંત્યત ગંભીર છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની હાલત વધારે લથડી તેમજ તેમને શ્વાસ લેવામાં તકલીફ તેમજ તેમની બંન્ને કિડિની ફેલ થઈ ગઈ હોવાથી ડોકટરોની સારવાર દરમિયાન તેમનું શરીર સાથ આપતું નહોતુ એટલા માટે છેલ્લા બે-ત્રણ દિવસથી વેન્ટિલેટર રાખવામાં આવ્યા છે. બદરુદ્દીન શેખને સાથે તેમની પત્ની અને તેમના ઘરે કામ કરતી મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.