લોકડાઉનના પ્રથમ તબક્કામાં જ 12 કરોડ લોકોની નોકરી ગઈ, સ્થિતિ હજુ વધુ કફોડી બનશે.
ગાંધીનગર :
કોરોના વાઈરસને પગલે સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારે લોકડાઉન આપેલું છે. પ્રથમ લોકડાઉન 21 દિવસનું હતું. જ્યારે બીજું લોકડાઉન 19 દિવસ છે આમ બંને તબક્કાના લોકડાઉનનો સમય કુલ 40 દિવસનો છે. પ્રથમ તબક્કામાં જ લોકડાઉનને કારણે સમગ્ર દેશમાંથી 12 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે હજુ રોજગારી તથા આર્થિક સ્થિતિ વધુ કફોડી બની છે.
નવી દિલ્હીમાં આજે સવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ છે જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી અને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ વધુ ટેસ્ટીંગ કરવાનું કહ્યું હતું પરંતુ તેઓ થતું નથી હોસ્પિટલ અને ડોક્ટરોને અપાયેલી PPE કીટ ઘણી જ હલકી ગુણવત્તાવાળી છે.
કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ની શરૂઆતમાં જ કોરોનાવાયરસ તેમજ લોકડાઉનઆ મુદ્દે ચર્ચા વિચારણા થઇ હતી જેમાં સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું હતું કે પ્રથમ તબક્કામાં 12 કરોડ લોકોની નોકરી ગઈ હોવાથી કેન્દ્ર સરકારે દરેક પરિવારને સાત હજાર પાંચસો રૂપિયા આપવા જઈએ તેઓએ તમે ભીતિ વ્યક્ત કરી છે કે આગામી દિવસમાં હજુ આર્થિક સ્થિતિ વધુ કફોડી બનશે.