ગાંધીનગરગુજરાત

”કોરોના યોદ્ધાઓ” ઉપર હુમલો કે ગેરવર્તણુંક કરતા તત્વો સામે ”પાસા” સહિતની કડકમાં કડક કાર્યવાહી થશે : DGP શિવાનંદ ઝા

ગાંધીનગર :
કોરોના વિરુદ્ધ લડાઈ લડીને લોકોનો જીવ બચાવવાની કામગીરીમાં વ્યસ્ત ”કોરોના યોદ્ધાઓ” – ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ કે અન્ય સરકારી કર્મચારીઓ ઉપર હુમલો કે ગેરવર્તણુંક જરા પણ સાંખી નહિ લેવાય અને તેમની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, તેવું રાજ્ય પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝાએ આજે પત્રકાર પરિષદને સંબોધતા બેબાકપણે જણાવ્યું હતું. આ તત્વો સામે ”પાસા” સહિતની કડકમાં કડક કાર્યવાહી કરતા પોલીસ જરા પણ અચકાશે નહિ, તેવું તેમણે ઉમેર્યું હતું. અમદાવાદમાં કર્ફ્યુ ભંગના નવા ગુના ૧૬૪ સુરતમાં કર્ફ્યુ ભંગના નવા ગુના ૧૪૭ રાજકોટમાં કર્ફ્યુ ભંગના નવા ગુના ૧૦૪ અમદાવાદમાં કર્ફ્યુ ભંગ બદલ ધરપકડ ૧૯૭ સુરતમાં કર્ફ્યુ ભંગ બદલ ધરપકડ ૧૬૭ રાજકોટમાં કર્ફ્યુ ભંગ બદલ ધરપકડ ૧૧૯ સોસાયટીઓમાં સીસીટીવીથી ગુના ૧૮૯ સીસીટીવી મારફતે સોસાયટીમાં અટકાયત ૩૩૫ ડ્રોન સર્વેલન્સથી નવા ગુના ૩૧૭ ડ્રોન સર્વેલન્સથી કુલ ગુના ૭૮૫૦ ડ્રોન સર્વેલન્સથી લોકોની અટકાયત ૧૬૦૬૪ સ્માર્ટસિટી-વિશ્વાસ દ્વારા ગુના ૮૩ સ્માર્ટસિટી-વિશ્વાસ દ્વારા અટકાયત ૧૦૪ સોશિયલ મિડિયા અફવા સંદર્ભે નવા ગુના ૧૯ સોશિયલ મિડિયા અફવા સંદર્ભે હજુ સુધી ગુના ૪૩૧ અફવા સંદર્ભે અટકાત ૪૯૫ ખોટી માહિતી બદલ એકાઉન્ટ બ્લોક ૧૭ જાહેરનામા ભંગના ગુના ૨૨૭૧ ક્વોરનટાઈન ભંગના ગુના ૮૫૩ અન્ય ગુનાઓ ૪૨૫ વાહનો જપ્ત કરાયા ૩૧૭૭

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x