ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગાંધીનગરમાં ગાત્રો થીજાવતી ઠંડી : તાપમાન ૮.૮ ડિગ્રી

ગાંધીનગર,
જમ્મુકાશ્મીર સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી શીત વર્ષા થઇ રહી છે. જેના પગલે આ વિસ્તારોમાં તાપમાનનો પારો પણ માઇનસમાં નોંધાઇ રહ્યો છે. આ શીતવર્ષાની અસર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અનુભવવા મળી રહી છે.

રાજ્યનું પાટનગર પણ આ અસર હેઠળ આવી ગયું હોય તેમ છેલ્લા ચાર દિવસથી સતત તાપમાનના પારામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને બુધવારે આ સીઝનના સૌથી ઠંડા દિવસનો અનુભવ નગરજનોને કરવો પડયો હતો. લઘુત્તમ તાપમાન ર ડિગ્રીના ઘટાડા સાથે ૮.૮ ડિગ્રીએ આવીને અટક્યું હતું તો બીજી તરફ મહત્તમ તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાતાં ૨૪.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. દિવસ દરમિયાન ફુંકાયેલા ઠંડા પવનોએ પણ શહેરને બાનમાં લેતાં તેની અસર જનજીવન ઉપર પણ જોવા મળી હતી.

સતત ઘટી રહેલાં તાપમાનના પગલે સીઝનનો સૌથી ઠંડો દિવસઃશીત લહેરોથી ઠંડીના અનુભવમાં વધારો
જન્મુ કાશ્મીર અને સીમલા સહિત ઍઉત્તરભારતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી હિમવર્ષા થઇ રહી છે. જેના પગલે ઘણી જગ્યાએ તાપમાનનો પારો માઇનસ ડિગ્રીમાં પહોંચી ગયો છે. ત્યારે હિમવર્ષાના પગલે શીત લહેરોની અસર ગુજરાત રાજ્ય ઉપર પણ જોવા મળી રહી છે. આમ અચાનક જ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો પુનઃ શરૃ થતાં આ ઠંડા પવનોની અસર પાટનગર ઉપર પણ જોવા મળી હતી.  તો બીજી તરફ હિમવર્ષાના પગલે શીતલહેરો ચાલુ રહેતાં તેની અસર હજુ પણ તાપમાન ઉપર જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા એક સપ્તાહથી લઘુત્તમ તાપમાનનો પારો પણ વધી રહ્યો હતો. જેના પગલે ઠંડીમાં પણ નગરજનોને આંશિક રાહત અનુભવવા મળી હતી.છેલ્લાચાર દિવસમાં લઘુત્તમ તાપમાનના પારામાં સાત  ડિગ્રીનો બદલાયેલા વાતાવરણના પગલે ઘટાડો નોંધાતાં તેની અસર દિવસ દરમિયાન પણ જોવા મળી હતી.

મંગળવારે લઘુત્તમ તાપમાન ૧૦.૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે મહત્તમ તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાતાં રપ ડિગ્રીએ આવીને અટક્યું હતું. પરંતુ ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનોની અસર પાટનગર ઉપર પણ જોવા મળી હતી.તો બુધવારે બે ડિગ્રી જેટલો તાપમાનના પારામાં ઘટાડો નોંધાતાં લઘુત્તમ તાપમાન ૮.૮ ડિગ્રીએ આવીને અટક્યું હતું. જ્યારે મહત્તમ તાપમાનના પારો ઘટાડા સાથે ૨૪.૫ ડિગ્રીએ પહોંચ્યો હતો.

બીજી તરફ  દિવસ દરમિયાન ચાર કિલોમીટરની ઝડપે ફુંકાતા શીત પવનોના પગલે નગરજનોને દિવસ દરમિયાન પણ આ ઠંડા પવનોની અસરનો સામનો કરવો પડયો હતો. એક તરફ શહેરમાં વાઇબ્રન્ટ સમિટ ચાલી રહી છે જેના ભાગરૃપે હાલમાં સમગ્ર શહેર રોશનીઓથી ઝગમગી ઉઠયું છે. પરંતુ અચાનક વાતાવરણમાં થઇ રહેલાં બદલાવના પગલે હાલના વાઇબ્રન્ટ માહોલમાં પણ નગરજનોને વાઇબ્રન્ટ ઠંડીનો ચમકારો અનુભવવા મળી રહ્યો છે. આમ દિવસ દરમિયાન ઠંડા પવનોએ શહેરને બાનમાં લીધું હોય તેમ તેની અસર જનજીવન ઉપર જોવા મળી હતી.

શીત લહેરોની અસર દિવસ દરમિયાન અનુભવતાં નગરજનો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇને અવર જવર કરતાં જોવા મળી રહ્યાં છે ત્યારે ઠંડીથી બચવા માટે રાત્રીના સમયે લોકો તાપણાનો પણ સહારો લઇ રહ્યાં છે. આમ  જે પ્રકારે ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. તેના પગલે તાપમાનનો પારો પણ ઘટી રહ્યો છે અને ઠંડીમાં પણ વધારો નોંધાતાં આગામી દિવસોમાં આવનાર ઉત્તરાયણ પર્વ અગાઉ તાપમાનના પારામાં ઘટાડો નોંધાશે અને ઠંડીમાં વધારો થશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x