ગુજરાતરાષ્ટ્રીય

સરકાર આડેધડ વ્યાજમાફીથી આર્થિક બોજ વધારે છે: અર્થતંત્રનું રેટીંગ બગડી શકે

(પ્રતિનિધિ)    અમદાવાદ

કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓમાં મર્યાદિત વ્યાજ માફી આપવામાં આવે છે. જ્યારે કેટલીક નીતિઓમાં મોટા પ્રમાણમાં વ્યાજ માફી આપવામાં આવે છે. તેને કારણે દેશમાં કરાતા ધિરાણ સામે જોખમો ઊભા થઈ શકે છે. પરિણામે વ્યાજમાફીનું પ્રમાણ ઘટાડવું જરૃરી છે. સરકાર તરફથી આપવામાં આવતી ગેરેન્ટીઓને પરિણામે સરકારની જવાબદારી વધે છે. તેથી સરકારના પોતાના બોરોઇંગ સામેના જોખમો પણ વધે જ છે. એમ આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આઇએફએસસી અંગેના સેમિનારમાં બોલતા રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે જણાવ્યું હતું.

ગિફ્ટ સિટીમાં સક્રિય થનારી નાણાં સંસ્થાઓના નિયમન માટે તથા તેમના પર નિયંત્રણ રાખવા માટે અલગ જ ઓથોરિટીની રચના કરવી જોઈએ તેવી દરખાસ્ત આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આઈએફએસસી અંગેના સેમિનારમાં બોલતા રિજર્વ બૅન્કના ગવર્નર ઊર્જિત પટેલે મૂકી હતી.

ગિફ્ટ સિટીમાં બિઝનેસ પોટેન્શિયલ ઑફ આઈએફએસસી ઇન ઇન્ડિયાના વિષય પર બોલતા તેમણે જણાવ્યું હતું કે નાણાં સંસ્થાઓની કામગીરી સમયસર શરૃ થઈ જાય તે માટે તેનું માળખું પણ તૈયાર કરી દેવું જોઈએ. એક જ સંસ્થા તેની કામગીરીનું નિરીક્ષણ કરશે તો તેેેમન વધુ સારી રીતે નિયંત્રિત રાખી શકાશે. ૨૦૦૮ની સાલની વૈશ્વિક આર્થિક કટોકટી પછી સ્થાપવામાં આવેલું ફાઈનાન્શિયલ સર્વિસનું આ પહેલું સેન્ટર છે.

તેમણે કહ્યું હતું કે આઈએફએસસી વર્લ્ડ ક્લાસ માળખાકીય સુવિધા પૂરી પાડશે. ફાઈનાન્શિયલ સર્વિસ માટે ભારતની વધી રહેલી માગને ધ્યાનમાં લેતા આઈએફએસસી ભારતને સ્પર્ધાત્મક બજાર પૂરું પાડશે. આંતરરાષ્ટ્રીય સ્તરેથી મૂડીનો પ્રવાહ ચાલુ રહે તે માટે વિશ્વના મોટા કેન્દ્રોમાંની નાણાં સંસ્થાઓએ સમયને અનુરૃપ રહીને યોગ્ય ફેરફારો કરી લીધા છે. ભારતમાં પણ થઈ રહેલા આ ફેરફારો ભારતના આર્થિક વિકાસને વેગ આપશે.

આર્થિક વિકાસના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે આઈએફએસસીને નિયંત્રિત કરતું માળખું બહુ જ વિચારીને તૈયાર કરવું જરૃરી છે. તેમાં ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસનો હેતુ માર્યો ન જાય તેની પણ તકેદારી રાખવી જરૃરી છે. તેની સાથે જોખમોનું શાણપણ ભરી રીતે નિયમન કરવાનું રહેશે. તેની સાથે જ કાર્યક્ષમ નાણાં સેવા મળે તેની પણ તકેદારી રાખવાની રહેશે.

આઈએફએસસી તેનો બિઝનેસ વધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આર્થિક વિકાસ માટેનો માહોલ અને તેની સાથે સંકળાયેલી નીતિઓ આઈએફએસસી સેક્ટર માટે મહત્વની છે. ફુગાવાના દરને ચાર ટકાની સપાટીએ લાવી દેવાનો લક્ષ્યાંક રિઝર્વ બૅન્કે નક્કી કર્યું છે. છ સભ્યની સમિતિને આ કામગીરી પાર પાડવાની જવાબદારી સોંપી છે. ઓછો અને સ્થિર ફુગાવો અર્થપૂર્ણ વ્યાજદરની વ્યવસ્થા માટે જરૃરી છે. તેમાં બચત કરનાર અને મૂડીરોકાણ કરનારને મહત્તમ લાભ મેળવવાની તક મળે છે. તેનાથી વિકાસને મોરચે સારા પરિણામો પણ મળી શકે છે. ૨૦૧૩થી સરકારે આર્થિક સ્થિતિ સંગીન કરવા પગલાં લીધા છે. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારના બોરોઇંગને પરિણામે નાણાં ખાધ વધી રહી છે. જી-૨૦ રાષ્ટ્રોના સમુહના દેશોની તુલનાએ ભારતની નાણાં ખાધ સૌથી વધારે છે. સરકારી દેવું અને જીડીપીને ધ્યાનમાં લઈને ભારતના અર્થતંત્રને રેટિંગ આપવામાં આવે છે. આ રેટિંગ તેને કારણે નેગેટીવ આવી શકે છે. બોરોઇંગ મર્યાદિત કરવાથી જોખમોને સારી રીતે મેનેજ કરી શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x