આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

BSE ઇન્ટરનેશનલ એક્ષચેન્જમાં હજુ માંડ ૮૪ સભ્યો જ થયા છે

ગાંધીનગર
ગાંધીનગર નજીક ઉભા કરાયેલા ગિફ્ટ સિટીના અંદર BSE  ઇન્ટરનેશનલ ટ્રેડ એક્સચેન્જમાં માંડ હજુ ૮૪ સભ્યો જ બન્યા છે આ સંખ્યા ઘણી ઓછી છે. જે વધારવી પડશે આગામી ૨૦ વર્ષમાં ૩૦ કરોડ લોોકને મળી રોજગારી આપવાનું સકનું સાકાર કરવા માટે ટ્રેડરોએ- વેપારીઓએ મોટી સંખ્યામાં ગિફ્ટ સિટીમાં આવવું જોઈએ. મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટના બીજા દિવસે IFSC માં બિઝનેસની સંભાવનાઓ અંગેના સેમિનારમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી અર્જુન મેઘવાલે આવું જણાવ્યું હતું.
ભરચક હોલમાં સંબોધન કરતા તેઓએ વધુમાં કહ્યું કે, ગિફ્ટ સિટીમાં તમામ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ૨૧મી સદી કોની હશે તે ચર્ચા ચાલે છે પરંત ૨૧મી સદી બેશક પણ એશિયાની અને તેમાં પણ ભારતની જ રહેશે. હાલમાં ગુજરાતી લોકો ન્યુયોર્ક, સિંગાપુર, દુબાઈ જેવા શહેરોમાંથી કામકાજ કરે છે પરંતુ ગિફ્ટ સિટીનું IFSC સેન્ટર ૨૨ કલાક કામ કરશે. ભારતના અને ખાસ કરીને ગુજરાતના લોકોએ તેની લીડરશીપ લેવી પશે. ભારતની ઇકોનોમીમાં ઘણી તાકાત છે આમ પણ કેપિટલ માર્કેટમાં ગુજરાત- રાજસ્થાનના લોકો ડંકો વગાડતા હોય છે.

ગિફ્ટ સિટીની અંદર બેઠા બેઠા બહારનો નજારો સ્વીટ્ઝરલેન્ડથી કમ નથી ! અહીં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે વિદેશ બેસીને બિઝનેસ કરતા ગુજરાતીઓની ઇચ્છા આવી સુવિધા ઉભી થાય તો અહીં આવીને બિઝનેસ કરવાની હતી હવે ગિફ્ટ સિટી બની ગયું હોય તો અહીંથી બિઝનેસ કેમ ન થઈ શકે ?

આ ટ્રેડ એક્ષ્ચેન્જને કાયમી વાઇબ્રન્ટ જ રખાશે. કેપિટલ સ્ટોક માર્કેટ, ફાઇનાન્સ વગેરેમાં ગિફ્ટ સિટી સૌથી ઉપર જઈ છલાંગ લગાવી દેશનું સપનું સાકાર કરશે.

આ અગાઉ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે સેમિનારને સંબોધન કર્યું હતું જેમાં તેઓએ કહ્યું હતું કે, અમેરિકન અર્થતંત્રમાં જે બદલાવ આવ્યો છે તેના પગલે વૈશ્વિક અર્થવ્યવસ્થા પણ ઝડપથી બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં દેશમાં ફુગાવાનો દર ૪ ટકા સુધી રાખવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મોનીટરી પોલીસીમાં પણ સ્મૂધ ટ્રાન્સમિશન માટે પ્રયત્ન ચાલ રહેશે. તેમજ રાજ્ય- કેન્દ્રની સંયુક્ત ખાદ્ય G-20 દેશોમાં સૌથી વધુ છે. IFCS માં લીગલ ફ્રેમવર્ક અને વિવાદના નિવારણ માટે ઉચ્ચ કક્ષાના વર્કિંગ ગુ્રપની જરૃરિયાત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x