સ્વામી વિવેકાનંદતેમજ પૂજ્ય માણેકલાલ સાહેબના જીવનરિત્ર પર બીબીએ કોલેજ દ્વારા વર્કશોપનું આયોજન
ગાંધીનગર
ગાંધીનગરની કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીજનેસ એડમીનીસ્ટ્રેશન કોલેજ દ્વારા એક ગુજરાતના પનોતા પુત્ર તેમજ એક ભારતરત્ન બંનેના સહિયારા પ્રસંગને સાંકળી તેઓના જીવનરિત્ર ઉપર વર્કશોપનું આયોજન કર્યું. એકની જન્મતિથી તેમજ બીજાની પુણ્યતિથીનો સમન્વય હોવાથી બંને મહાનુભાવો વિષે યુવાપેઢી જાણે તેવા ઉમદા હેતુથી સમગ્ર કાર્યક્રમ યોજાયો જેમાં સ્વામી વિવેકાનંદના જીવનચરિત્ર માંથી યુવાનોને પ્રેરણા મળે તે માટે તજજ્ઞ વક્તા તરીકે રજનીકાંતભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ખુબ સુંદર દ્રષ્ટાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવનચરિત્રમાંથી ધ્યાન,એકાગ્રતા, નિર્ભયતા, સહીસ્નુતા તેમજ યોગ વગેરેનું મહત્વ સમજી તેમના અભ્યાસ અને જીવનના અન્ય કાર્યોમાં સાંગોપાંગ સફળતા મેળવે એ આજના વર્કશોપનો મુખ્ય ઉદેશ રહ્યો હતો. આજના વિદ્યાર્થીઓમાં ફક્ત ૨૦ મિનીટ સુધી જ એકચિત્તે સાંભળવાની શક્તિ રહેલી છે જે આપણા બધાને માટે પડકાર છે. તદુપરાંત એકાગ્રતાથી યાદશક્તિ કેવી રીતે વધારી શકે તે બાબતે રજનીકાંતભાઈએ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના અનેક દ્રષ્ટાંતો દ્વારા તાલીમ આપી હતી. છેલ્લા ઘણા વરસોથી શ્રી રજનીકાંતભાઈ યુવાનોને વિવિધ કોલેજો તેમજ યુનિવર્સીટીમાં જઈ સતત સ્વામીજીના જીવન બાબતે રસપ્રદ બાબતો ચર્ચી માહિતગાર કરવાનું ઉમદા કાર્ય કરે છે. તેમજ અબ્રાહમ લિંકન,ચર્ચિલ,નચિકેતા સહીત અનેક મહાપુરુષોના ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને ખુબ સુંદર માર્ગદર્શન આપે છે.
ત્યારબાદ ડો.જયેશ તન્ના દ્વારા સ્વ પૂજ્ય માણેકલાલ સાહેબના જીવન ચરીત્રમાંથી યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી પાવર પોઈન્ટ પ્રેજનટેશન દ્વારા વિદ્યાર્થીઓને તમામ માહિતી આપી પૂજ્ય સાહેબ દ્વારા સમગ્ર જીવન માં કરેલા સંઘર્ષની બાબતો ચર્ચા કરી. તેઓશ્રીએ પૂજ્ય સાહેબના જીવન ચરીત્રનાં અનેક પાસાઓ જેવાકે શિક્ષણવિદ, સફળ ઉધોગપતિ, દુરંદેશી નેતૃત્વ, ઉમદા કાર્યશૈલી ,પારદર્શક વહીવટ, ઉચ્ચ અભ્યાસ તેમજ સરકારી અધિકારી તરીકે ની ફરજો, સામાજિક જવાબદારીઓ, સમાજ માટે દાતા તરીકેની તત્પરતા જેવા અનેક ગુણોની તલસ્પર્શી ચર્ચા કરી તમામ વિદ્યાર્થીઓને પોતાનું જીવન ઘડતર કેવી રીતે કરી શકાય તે બાબતે માર્ગદર્શન આપ્યુ. ર્કશોપ બાદ વિદ્યાર્થીઓ એ તેમના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે આજે એકજ દિવસમાં બે મહાન વ્યક્તિઓના જીવન બાબતે જાણકારી મળી તેમજ પૂજ્ય માણેકલાલ સાહેબ બાબતે અનેક બાબતો એવી હતી જે અમને આજે જ જાણવા મળી તેમજ કર્મ ચુડામણી માણેકલાલ પુસ્તક વિષે પણ માહિતી મળી જેને વાંચી તેઓને અનેક બાબતો જાણવા મળશે. ડો. જયેશ તન્ના દ્વારા વિદ્યાર્થીઓને આ પુસ્તક વાંચવા માટે સુચન કરવામાં આવ્યું હતું.
શ્રી ધર્મેન્દ્ર રાઠોડે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. તેમજ વર્કશોપ સફળ બનાવવા કોલેજનાં આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ,ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ સમિતિનાં હેડ ડો.જયેશ તન્ના અને ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા ખુબ જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.