વેદ સ્કૂલ દ્વારા અદાણી ગ્રુપ મુંદ્રાના પ્રવાસનું આયોજન કરાયું
ગાંધીનગર
સરગાસણ ખાતે આવેલ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તા.૧૦/૦૧/૨૦૧૭ ના રોજ અદાણી ગ્રુપ મુંદ્રા માટેના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક અદાણી ગ્રુપના મુંદ્રા પોર્ટની મુલાકાત લીધી તથા અદાણી પાવર પ્લાન્ટ જેવી અતિ આધુનિક ટેકનોલોજીનો પરિચય મેળવ્યો. નિરાંતના સમયે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિનું આયોજન કર્યુ. વિદ્યાર્થીઓના ઉત્સાહભર્યા કાર્યક્રમના લીધે અદાણી ગ્રુપ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શૈક્ષણિક પ્રવાસ ખુબજ સફળતા પૂર્વક પૂર્ણ થતા દરેક સ્ટાફ મિત્રો, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓને આચાર્યશ્રી દ્રારા અભિનંદનપાઠવવામાં આવ્યા હતા.